fbpx

પ્રાંતિજ હાઈવે પર સ્વિફ્ટ ડિઝાયરના બમ્પરમાંથી વિદેશી દારૂની ૧૯ બોટલ મળી

Spread the love

પ્રાંતિજ હાઈવે પર સ્વિફ્ટ ડિઝાયરના બમ્પરમાંથી વિદેશી દારૂની ૧૯ બોટલ મળી

  • ગુપ્ત ખાનામાં સંતાડેલો રૂ. ૧૦,૭૧૫નો દારૂ ઝડપાયો
  • રાજસ્થાનના મૂળ વતની અને અમદાવાદમાં રહેતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ હાઈવે ત્રણ રસ્તા પાસે નેશનલ હાઈવે નંબર-૪૮ પર સ્વિફ્ટ ડિઝાયર કારને અકસ્માત નડ્યા બાદ પોલીસ તપાસ દરમિયાન કારના આગળના બમ્પરના ભાગે બનાવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ ૧૯ સીલબંધ બોટલો મળી આવી હતી પોલીસે રૂ. ૧૦,૭૧૫ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી કારચાલકને ઝડપી પાડ્યો હતો


પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) તથા હિંમતનગર વિભાગના વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલ દ્વારા પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.સી. ગોહિલ તથા પોલીસ સ્ટાફ કામગીરી કરી રહ્યા હતા દરમિયાન પ્રાંતિજ હાઈવે ત્રણ રસ્તા ઉપર વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ ડિઝાયર કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો હિંમતનગરથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર-૪૮ પર આવેલા પ્રાંતિજ હાઈવે ત્રણ રસ્તાના બ્રિજ ઉપર કારના આગળના બોનેટના ભાગે નુકસાન થયેલું જોવા મળ્યું હતું પોલીસે કારની તપાસ હાથ ધરતાં કારના આગળના બમ્પરના ભાગે ખાસ રીતે બનાવવામાં આવેલું ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. આ ખાનામાં સંતાડેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ ૧૯ સીલબંધ બોટલો, જેની કિંમત રૂ. ૧૦,૭૧૫ થાય છે, મળી આવતાં પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો આ મામલે પોલીસે પ્રહલાદસિંહ ભરતસિંહ રાઠોડ ઉંમર ૩૮ વર્ષ, હાલ રહે. ગોકુલ પ્લેટેનિયમ સોસાયટી, જીઆઈડીસી પાસે, ત્રિકમપુરા, વટવા, અમદાવાદ અને મૂળ વતની કુરજ, તા. રેલમંગરા, જિલ્લો રાજસમંદ, રાજસ્થાન,ને ઝડપી પાડ્યો હતોઆ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પાર્ટ-સી ગુના રજિસ્ટર નંબર ૧૧૨૦૯૦૪૧૨૩૧૨૫૦/૨૦૨૬ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેઆમ, કારના બમ્પરમાં બનાવેલા ગુપ્ત ખાનામાં વિદેશી દારૂ સંતાડીને લઈ જવાની ઘટના સામે આવતાં પ્રાંતિજ પોલીસની કામગીરી ચર્ચાનો વિષય બની છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!