fbpx

શું આ વખતે અમદાવાદમાં કિર્તીદાન ગઢવીના ગરબા નહીં રમાય? 2 મહિનાથી બનતો AC ડોમ જ ધરાશાયી થયો, સારું થયું…

Spread the love

શું આ વખતે અમદાવાદમાં કિર્તીદાન ગઢવીના ગરબા નહીં રમાય? 2 મહિનાથી બનતો AC ડોમ જ ધરાશાયી થયો, સારું થયું...

અમદાવાદના એસ.પી રીંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મમાં કિર્તીદાન ગઢવીના ‘પરંપરા’ નવરાત્રિ નામથી આયોજિત થનારા ગરબાનો AC ડોમ ધરાશાયી થયો છે. 11 ઓક્ટોબરથી ગરબા શરૂ થવાના છે. જેને લઈને AC ડોમમાં કામગીરી ચાલી રહી હતી, ત્યારે બે મહિને બનેલો ડોમ અચાનક જ પડી ગયો હતો. બે દિવસમાં ફરી ડોમ ઉભો થાય તેવી શક્યતા ઓછી છે. જેથી ગરબાનું શેડ્યુલ ખોરવાઈ જવાની સંભાવના છે. એક વાત સારી થઈ કે નવરાત્રી શરૂ થાય પહેલા જ આ ઘટના બની ગઈ, જો ગરબા દરમિયાન આ ઘટના બની હોત તો જીવલેણ પણ સાબિત થઈ હોત. આ નવરાત્રિ આયોજન 9 લાખ સ્કવેર ફૂટ જગ્યામાં કરવામાં આવ્યું છે. તેમજ એક સાથે 12000 લોકો ગરબા નિહાળી શકે એટલી ક્ષમતા છે.

આખો ડોમ સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો. લાઈટિંગ સહિત તમામ વસ્તુઓ લગાવી દેવામાં આવી હતી. પરંતુ કેટલાક લોકો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ડોમ ધરાશાયી થતા કેટલાક શ્રમિકોને સામાન્ય ઇજા પહોંચી છે. જો બે દિવસ બાદ ઘટના બની હોત તો મોટી જાનહાનિ થઈ શકે તેમ હતી.  ઘટનાની જાણ થતા સરખેજ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ ઘટના બાદ કિર્તીદાન ગઢવીના સ્વરે આયોજિત ‘પરંપરા નવરાત્રી’નું ટાઈમટેબલ ખોરવાઈ શકે તેવી વાતો વહેતી થતા ગરબા પ્રેમીઓમાં હતાશા છવાઈ છે.

CJP-Protest3

ઘટનાની જાણ થતા જ ગરબાના આયોજકો સ્થળ પર પહોંચ્યા હતા. આ ઉપરાંત સરખેજ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાની વિગતો મેળવી ડોમ ધરાશાયી થવા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. ફાયર સ્ટેશન ઓફિસર વિષ્ણુ દેસાઇએ જણાવ્યું કે, કીર્તિદાન ગઢવીના ગરબામાં ડોમ ધરાશાયી થયો હોવાની જાણ થતા અમારી ટીમ તાત્કાલિક પહોંચી હતી. કોઈ ફસાયું હોય તેવું સામે આવ્યું નથી. પરંતુ એક વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હોવાથી સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. ડોમનો એક તરફનો ભાગ સંપૂર્ણ બેસી ગયો છે.

ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે ઓનલાઇન એપ્લિકેશન કરવી પડે છે. જે માટે એપ્લિકેશન કરી હતી. પરંતુ કામ પૂર્ણ ન થયું હોવાથી એપ્રૂવલ આપવામાં આવ્યું નહોતું. તેમજ કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી ફાયર સેફટીનું સર્ટિફિકેટ પણ આપી શકતા નથી. કામ પૂર્ણ થયા પછી જ અમને ખ્યાલ આવે કે એન્ટ્રી અને એક્ઝિટના કેટલા ગેટ બનાવ્યા છે. જેના આધારે ફાયરનું NOC આપવામાં આવે છે. ફાયર સેફ્ટી માટેના નિયમો પાળવા માટે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ લેવામાં આવે છે. તેના સિવાય NOC અપાતી નથી.

Kirtidan’s-garba-dome-collapse2

ઉલ્લેખનીય છે કે ગોપાલ ફાર્મ ખાતે કિર્તીદાન ગઢવી દ્વારા ‘પરંપરા નવરાત્રી’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા પહેલાં જ AC ડોમ ધરાશાયી થતા આયોજન સ્થળે સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. જોકે, ડોમ કયા કારણોસર પડ્યો અને બાંધકામ દરમિયાન કોઈ બેદરકારી રહી હતી કે નહીં, તે પોલીસની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Leave a Reply

error: Content is protected !!