fbpx

‘આદર્શ ગામ’માં જ ટોઈલેટ ન હોવાથી શૌચક્રિયા માટે બહાર ગયેલી મહિલાની બોડી મળી; જંગલી ભૂંડના હુમલાની આશંકા

Spread the love

'આદર્શ ગામ'માં જ ટોઈલેટ ન હોવાથી શૌચક્રિયા માટે બહાર ગયેલી મહિલાની બોડી મળી; જંગલી ભૂંડના હુમલાની આશંકા

આજકાલ સરકારો ‘આદર્શ ગામો’ વિકસાવી રહી છે. આ ગામોને ‘સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)’ હેઠળ નોટિફાઇ કરવામાં આવે છે. જોકે, અહીં એક વિડંબના છે. જે ગામને ‘આદર્શ ગામ’ કહેવામાં આવે છે, ત્યા એક પણ શૌચાલય નથી. તેનું પરિણામ એ છે કે મહિલાનું મૃત્યુ થઇ ગયું. તે રાત્રે શૌચક્રિયા માટે બહાર ગઈ હતી ત્યારે જંગલી ભૂંડે તેના પર હુમલો કરી દીધો. ‘આદર્શ ગામ’માં શૌચાલયની સુવિધાના અભાવે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

આ ઘટના તમિલનાડુના મદુરાઈમાં બની હતી. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, અરિયાનેંદલની રહેવાસી 56 વર્ષીય એમ. કાલી મુત્થુ આંગણવાડી કાર્યકર તરીકે કામ કરતી હતી. મહિલા લગભગ 9:00 વાગ્યે તે શૌચક્રિયા માટે બહાર ગઈ હતી કારણ કે તેના ઘરે શૌચાલય નહોતું અને ગામમાં પણ કોઈ સામૂહિક શૌચાલયની સુવિધા નહોતી.

Boar-attack2

લગભગ એક કલાક પછી પણ તે પાછી ન આવતા તેનો પતિ મુરલી અને અન્ય સંબંધીઓ તેની શોધખોળ કરવા નીકળ્યા. શોધખોળ બાદ, પરિવારને રાત્રે લગભગ 10:45 વાગ્યે ઝાડીઓમાં તેનો મૃતદેહ મળ્યો. કાલીનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, કાલીની જમણી સાથળ પર ઈજાનું નિશાન હતું. તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઈજા જોઇને લાગે છે કે, તેના પર જંગલી ભૂંડે હુમલો કર્યો છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે તેના મૃત્યુ અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે; તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પરમાકુડી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

Boar-attack1

સ્થાનિક લોકોનું કહેવું છે કે કાલીના ઘરની પાછળ આવેલી ઝાડીઓમાં જંગલી ભૂંડ વારંવાર ફરતા રહે છે. અહીં ગીચ ઝાડીઓની વચ્ચે એક બાહ્ય પ્રજાતિનું ઝાડ ઉગે છે, જેને પ્રોસોપિસ જુલીફ્લોરા કહેવામાં આવે છે. જંગલી ભૂંડ ઘણીવાર તેની આસપાસ ફરતા જોવા મળે છે.

Leave a Reply

error: Content is protected !!