fbpx

માત્ર 300 રૂપિયા માટે સ્ક્રૂડ્રાઈવરથી 3 લોકોને પતાવી દીધા, રુવાડા ઉભા કરી દેશે આ ઘટના

Spread the love

માત્ર 300 રૂપિયા માટે સ્ક્રૂડ્રાઈવરથી 3 લોકોને પતાવી દીધા, રુવાડા ઉભા કરી દેશે આ ઘટના

ઉત્તરાખંડના દેહરાદૂનમાં માત્ર 300 રૂપિયાના વિવાદને કારણે થયેલી ત્રિપલ મર્ડરની સનસનીખેજ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. મંગળવારે બપોરે રાયપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિષ્ણુલોક કોલોનીમાં એક પ્લમ્બરે કથિત રીતે સ્ક્રૂડ્રાઈવરથી વૃદ્ધ દંપતી અને તેમના ઘરે કામ કરતી મહિલાની હત્યા કરી નાખી હતી. ઘટના બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને પકડી લીધો અને પોલીસને સોંપી દીધો. મૃતકોની ઓળખ 85 વર્ષીય રમેશ કપૂર, તેમના 76 વર્ષીય પત્ની રજની કપૂર અને તેમના ઘરે કામ કરતી મહિલા શીલા તરીકે કરવામાં આવી છે.

દેહરાદૂન પોલીસના જણાવ્યા અનુસાર, રાજકુમાર નામનો પ્લમ્બર છેલ્લા બે વર્ષથી પ્લમ્બિંગના કામ માટે આ વૃદ્ધ દંપતીના ઘરે આવતો હતો. મંગળવારે દંપતીના કહેવા પર જ તે ઘરે પહોંચ્યો હતો. કામ પૂરું થયા બાદ પૈસાઓની લેવડ-દેવડ બાબતે આરોપી અને વૃદ્ધ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન આરોપીએ પોતાની પાસે રહેલા સ્ક્રૂડ્રાઈવર વડે બંને પર હુમલો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીએ પહેલા રજની કપૂર પર હુમલો કર્યો હતો. હોબાળો સાંભળીને તેનો પતિ રમેશ કપૂર ઘટનાસ્થળે પહોંચ્યો, ત્યારે આરોપીએ તેમના પર પણ સ્ક્રૂડ્રાઈવરથી હુમલો કર્યો. બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇને નીચે પડી ગયા.

murder1

આ, પાડોશના ઘરમાં કામ કરતી શીલા નામની મહિલા અવાજ સાંભળીને દંપતીના ઘરે પહોંચી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ શીલા પર પણ સ્ક્રૂડ્રાઈવર વડે અનેકવાર હુમલો કર્યો, જેના કારણે તે ગંભીર ઈજાગ્રસ્ત થઇ જમીન પર પડી ગઈ. ઘટના બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો. સ્થાનિક લોકોએ તેનો પીછો કરીને તેને પકડી લીધો અને તેને માર માર્યા બાદ પોલીસને સોંપી દીધો. પોલીસ કંટ્રોલ રૂમમાંથી માહિતી મળતા જ રાયપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરની અંદર, વૃદ્ધ દંપતી અને મહિલા લોહીગલુહાણ હાલતમાં પડ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી પોલીસે ત્રણેય પીડિતોને કોરોનેશન હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

પોલીસે ઘટનાસ્થળેથી ગુનામાં વપરાયેલ સ્ક્રૂડ્રાઈવર કબજે કર્યું છે. આરોપી રાજકુમારની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી વૃદ્ધ મહિલાની સોનાની ચેઈન મળી આવી છે. ઘટનાની જાણ થતા જ દેહરાદૂનના SSP અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફોરેન્સિક અને ફિલ્ડ યુનિટની ટીમોએ સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસે રાયપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરી છે; ફૂટેજમાં આરોપી વૃદ્ધ દંપતીના ઘર તરફ એકલો જતો જોવા મળે છે. પોલીસ અન્ય કેમેરાના ફૂટેજની પણ ઝીણવટભરી તપાસ કરી રહી છે.

murder

પૂછપરછ દરમિયાન, આરોપી પ્લમ્બરે પોલીસને જણાવ્યું કે તે છેલ્લા લગભગ બે વર્ષથી વૃદ્ધ દંપતીના ઘરે પ્લમ્બિંગનું કામ કરતો હતો. મંગળવારે કામ પૂરું કર્યા બાદ લેવડ-દેવડ (બાબતે વિવાદ થયો હતો, ત્યારબાદ તેણે કથિત રીતે સ્ક્રૂડ્રાઈવર વડે વૃદ્ધ દંપતી પર હુમલો કર્યો હતો. તેણે વચ્ચે પડેલી ઘરકામ કરનાર મહિલા પર પણ હુમલો કર્યો હતો. હાલમાં પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

error: Content is protected !!