fbpx

રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રિ રાસ-ગરબાનું ભવ્ય આયોજન

Spread the love

રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રિ રાસ-ગરબાનું ભવ્ય આયોજન

રંગ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રાંગણમાં નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે રાસ-ગરબાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના અગ્રણી કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર પરંપરાગત વેશભૂષામાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકો માટે બેસ્ટ ખેલૈયા અને બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. સમગ્ર વાતાવરણ ભક્તિ, આનંદ અને ઉત્સાહથી ગુંજી ઊઠ્યું હતું.

1

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને તહેવારો પ્રત્યેની ભાવનાને પ્રોત્સાહન આપવાનો તથા શાળા અને વાલીગણ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હતો.

2

કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલકમંડળ, આચાર્ય તથા સમગ્ર શિક્ષકગણે સુંદર આયોજન અને સહયોગ આપ્યો હતો. રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર દ્વારા સૌને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Leave a Reply

error: Content is protected !!