
બાળકોના ઉછેર દરમિયાન, માતા-પિતા સામે ઘણીવાર એ સવાલ રહે છે કે તેમના બાળક માટે શું શ્રેષ્ઠ છે અને શું નહીં. બાળકના યોગ્ય વિકાસ અને વૃદ્ધિ માટે તેને કેટલી ઊંઘની જરૂર છે? તેણે કેટલો સમય રમવું જોઈએ? તેને કેટલું એક્ટિવ રાખવું જોઈએ? ક્યારે આરામ કરાવવો જોઈએ અને કેટલો ‘સ્ક્રીન ટાઈમ’ યોગ્ય ગણાય? આવા અનેક પ્રશ્નો વાલીઓના મનમાં ઉદ્ભવતા હોય છે. એવામાં માતા-પિતાને એવો પણ પ્રશ્ન થાય છે કે જેમ જેમ બાળક મોટું થાય, તેમ-તેમ શું આ પ્રવૃત્તિઓમાં ફેરફાર થવો જોઈએ? આવી અનિશ્ચિતતાઓ દૂર કરવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કેટલીક ગાઇડલાઇન બહાર પાડી છે. જેમાં ઉંમર મુજબ ‘સ્ક્રીન ટાઈમ’ કેટલો હોવો જોઈએ, તેમજ બાળકોએ કેટલા સમય સુધી રમવું અને સૂવું જોઈએ તે અંગે સલાહ આપવામાં આવી છે.
WHOના જણાવ્યા અનુસાર, બાળકની શારીરિક એક્ટિવિટી વધારીને, એક જગ્યાએ બેસી રહેવાનો કે નિષ્ક્રિય રહેવાનો સમય ઘટાડીને અને તેને પૂરતી ગુણવત્તાયુક્ત ઊંઘ આપીને તેની ફિઝિકલ અને અને મેન્ટલ હેલ્થને સારું રાખી શકાય છે. જો બાળકની ઉંમર 1 વર્ષથી નાની છે તો તેને જમીન પર રમવા દેવું જોઇએ. બાળકને દિવસમાં ઓછામાં ઓછો 30 મિનિટનો સ્ક્રીન ટાઇમ આપવો જોઈએ.

એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે બાળકને એક સમયે એક કલાકથી વધુ સમય સુધી કોઈ એક જગ્યાએ કે સ્થિતિમાં મર્યાદિત ન રાખવું જોઈએ જેમ કે સ્ટ્રોલર (બાળકની ગાડી) કે ખુરશીમાં બેસાડી રાખવું, અથવા કોઈની પીઠ પર બાંધી રાખવું.
આ ઉંમરે ‘સ્ક્રીન ટાઈમ’ બિલકુલ ન હોવો જોઈએ; એટલે કે, ખૂબ નાના બાળકોને મોબાઈલ ફોન કે ટેલિવિઝન બતાવવા ન જોઈએ. જ્યારે બાળક આરામ કરતું હોય, ત્યારે તેની સંભાળ રાખનાર વ્યક્તિ તેને વાર્તા સંભળાવી શકે છે. 1 વર્ષથી નાની ઉંમરના બાળકોને પૂરતી ઊંઘ લેવા દેવી જોઈએ. જો બાળક 0 થી 3 મહિનાનું હોય, તો તેને 14-17 કલાકની ઊંઘની જરૂર હોય છે. 4-11 મહિનાના બાળક માટે 12-16 કલાકની ઊંઘ પૂરતી છે.

1-2 વર્ષની વયજૂથના બાળકોએ દિવસ દરમિયાન કુલ મળીને લગભગ 180 મિનિટ સુધી વિવિધ પ્રકારની શારીરિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. તેમને એક સમયે એક કલાકથી વધુ સમય સુધી એક જ સ્થિતિમાં કે એક જ જગ્યાએ બેસાડી રાખવા જોઈએ નહીં. 1 વર્ષના બાળક માટે TV કે વીડિયો જોવા અથવા કમ્પ્યુટર પર ગેમ્સ રમવાની સલાહ આપવામાં આવતી નથી. 2 વર્ષના બાળકનો સ્ક્રીન ટાઈમ એક કલાકથી વધુ ન થાય એ ધ્યાન રાખવું જરૂરી છે. જ્યારે બાળક કંઈ ન કરી રહ્યું હોય, ત્યારે તમે તેને વાર્તાઓ વાંચી સંભળાવી શકો છો. 1-2 વર્ષની વયના બાળકો માટે 11-14 કલાકની ઊંઘ પૂરતી હોય છે. આમાં રાત્રિની નિયમિત ઊંઘ અને દિવસ દરમિયાન લીધેલી ઝપકી વગેરેનો સમાવેશ થાય છે.
3-4 વર્ષના બાળકોએ દરરોજ લગભગ 180 મિનિટ સુધી શારીરિક રીતે સક્રિય રહેવું જોઈએ. આ ઉંમરે, બાળકોને એક સમયે એક કલાકથી વધુ સમય માટે મર્યાદિત સ્થિતિમાં રાખવા જોઈએ નહીં. આ ઉંમરે, બાળકના સ્ક્રીન ટાઈમનો સમયગાળો એક કલાકથી ઓછો હોવો જોઈએ. જ્યારે બાળક અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત ન હોય, ત્યારે તમે તેને વાર્તાઓ વાંચી સંભળાવી શકો છો. 3-4 વર્ષના બાળકોને 10-13 કલાકની સારી ગુણવત્તાવાળી ઊંઘ મળવી જોઈએ. આમાં તેમની રાત્રિની નિયમિત ઊંઘ અને દિવસ દરમિયાન લીધેલી ઝપકીનો સમાવેશ થાય છે.