fbpx

ન્યૂઝીલેન્ડ આમ જ નથી હારી T20 સીરિઝ, 14 વખત કરી એક જ ભૂલ; ભારતીય ટીમે આપી સજા

Spread the love

ન્યૂઝીલેન્ડ આમ જ નથી હારી T20 સીરિઝ, 14 વખત કરી એક જ ભૂલ; ભારતીય ટીમે આપી સજા

T20 ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડને ફરી એકવાર ભારતીય ટીમ સામે નિરાશા મળી છે. પછી તે T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ હોય, ભારતમાં રમાયેલી 5 મેચોની સીરિઝ હોય, કે પછી તેમની પોતાની ધરતી પર રમાયેલી આ તાજેતરની 5 મેચોની સીરિઝ હોય, ન્યૂઝીલેન્ડ સતત ભારત સામે નબળું સાબિત થયું છે. જોકે ન્યૂઝીલેન્ડે વર્તમાન સીરિઝની છેલ્લી બે મેચો જીતી છે, પરંતુ ભારતે 3-2થી સીરિઝ પોતાના નામે કરી. આ પરિણામ પાછળ ભારતની મજબૂત બેટિંગ અને બોલિંગ ઉપરાંત ન્યૂઝીલેન્ડની નબળી ફિલ્ડિંગ પણ જવાબદાર રહી, જેણે કુલ 14 કેચ છોડ્યા.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 સીરિઝ 22 ઓક્ટોબરે ક્રાઈસ્ટચર્ચમાં શરૂ થઈ અને હેમિલ્ટનમાં પૂરી થઈ. આ દરમિયાન પાંચેય મેચો દરમિયાન બંને ટીમોની ફિલ્ડિંગ અત્યંત નબળી રહી અને લગભગ દરેક ઇનિંમાં ખૂબ કેચ છૂટ્યા. આ ઉપરાંત, રન-આઉટની તકો ગુમાવવી અને ઘણી વખત મિસફિલ્ડિંગ પણ જોવા મળી. જોકે, કેચિંગની બાબતમાં તો ન્યૂઝીલેન્ડે તમામ હદો પાર કરી દીધી.

IND Vs NZ

હેમિલ્ટનમાં રમાયેલી છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ 3 કેચ છોડ્યા, જેના કારણે ભારતીય ટીમ 191 રનના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી. પરંતુ આ ​​સિલસિલો પહેલી મેચથી શરૂ થયો હતો, તે છેક અંત સુધી ચાલુ રહ્યો. કુલ મળીને, ન્યૂઝીલેન્ડની ફિલ્ડિંગ એટલી નબળી હતી કે તેમણે આખી સીરિઝ દરમિયાન 14 કેચ છોડ્યા. તે એક જ T20 સીરિઝમાં સૌથી વધુ કેચ છોડવાના તેમના પોતાના જ અગાઉના રેકોર્ડની બરાબરી છે.

IND Vs NZ

સ્વાભાવિક રીતે જ, આની અસર  પડવાની જ હતી; કારણ કે જ્યારે-જ્યારે ન્યૂઝીલેન્ડે કેચ છોડ્યો, ત્યારે કોઇ ને કોઇ ભારતીય બેટ્સમેને એક મોટી ઇનિંગ રમી. પછી તે અભિષેક શર્માની સદી હોય, નમન ધીરની મેચ પલટી નાખનારી ઇનિંગ હોય, કે પછી છેલ્લી મેચમાં ઈશાન કિશનની અડધી સદી હોય, આ બધામાં કોઇ ને કોઇક કેચ છોડવામાં આવ્યો હતો, જે ભૂલની કિંમત ન્યૂઝીલેન્ડે ચૂકવવી પડી. તેની સરખામણીમાં, ભારતીય ટીમે માત્ર 6-7 કેચ જ છોડ્યા હતા. ભારતીય ટીમને પણ કેટલીકવાર આનું નુકસાન ભોગવવું પડ્યું હતું; ખાસ કરીને કે, અંતિમ મેચમાં જ્યારે ટિમ સીફર્ટને 14 રનના સ્કોર પર જીવનદાન મળ્યું હતું, અને ત્યારબાદ તેણે 93 રન બનાવ્યા.

Leave a Reply

error: Content is protected !!