fbpx

સોનિયા ગાંધીએ PM બનવાની કેમ ના પાડી હતી? કંઈ વાત પર નારાજ થઇ ગયા હતા રાહુલ ગાંધી? બૂકમાં થયો ખુલાસો

Spread the love

સોનિયા ગાંધીએ PM બનવાની કેમ ના પાડી હતી? કંઈ વાત પર નારાજ થઇ ગયા હતા રાહુલ ગાંધી? બૂકમાં થયો ખુલાસો

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ પોસ્ટમાં તેમના નવા પુસ્તક ‘Belonging: A Journey of Love’નો ઉલ્લેખ કરતા લખ્યું કે, મારા મનમાંથી અચાનક શંકાનો દરેક છેલ્લો અંશ પણ નીકળી ગયો. મેં મારી જાતને એમ કહેતા સાંભળ્યા, સોનિયા, તમારી જાત સાથે ઇમાનદાર રહો. તું હંમેશાં આ જાણતી હતી. બસ, આને છોડી દો. તેમણે પોતાના પુસ્તકમાં તે સમયગાળાની ઘણી ક્ષણોને યાદ કરી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. 2004માં મનમોહન સિંહના વડાપ્રધાન બન્યા બાદ દેશના રાજકીય સમીકરણમાં મોટો બદલાવ આવ્યો હતો. તે સમયે સોનિયા ગાંધી કોંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યા હતા અને એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે સોનિયા ગાંધી દેશના વડાપ્રધાન બની શકે છે.

તે સમયે કોંગ્રેસના ઘણા કાર્યકરો તેમને વડાપ્રધાન તરીકે જોવા માંગતા હતા. બીજી તરફ ચૂંટણીમાં સત્તામાંથી બહાર થઈ ગયેલા ભાજપ અને તેના ઘણા નેતાઓ આનો વિરોધ કરી રહ્યા હતા. વડાપ્રધાન પદનો અસ્વીકાર કર્યા બાદ સોનિયા ગાંધીએ તે સમયે પણ કહ્યું હતું કે તેમણે અંતરાત્માના અવાજના આધારે આ નિર્ણય લીધો છે. જો કે, મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા પછી પણ ભાજપ અને તત્કાલીન વિપક્ષના ઘણા નેતાઓ આરોપ લગાવતા રહ્યા કે UPA સરકાર 10 જનપથ એટલે કે સોનિયા ગાંધીના નિવાસસ્થાનથી ચાલી રહી છે. મનમોહન સિંહની આગેવાવાળી UPA સરકાર વખતે સોનિયા ગાંધી UPAના અધ્યક્ષ હતા. તે સમય દરમિયાન, સામાજિક અને આર્થિક વિકાસ કાર્યો અને નીતિઓ પર સલાહ આપવા માટે રાષ્ટ્રીય સલાહકાર પરિષદની પણ રચના કરવામાં આવી હતી, જેનું નેતૃત્વ સોનિયા ગાંધી કરી રહ્યા હતા. જોકે, સોનિયા ગાંધીએ સ્પષ્ટ ઈન્કાર કર્યો છે સરકારના કામકાજમાં તેમની કોઈ દખલગીરી હતી. અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઈમ્સના એક સમાચાર અનુસાર, સોનિયા ગાંધીએ તેમના પુસ્તક ‘Belonging: A Journey of Love’માં તે દરમિયાન સત્તાના ઘણા સમીકરણો પર ટિપ્પણી કરી છે અને કહ્યું છે કે તેમને ક્યારેય સરકારી ફાઇલ બતાવવામાં આવી નથી.

હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, સોનિયા ગાંધીએ પોતાની યાદોમાં કહ્યું છે કે UPAના સમયમાં સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ હતી, જેમાં મનમોહન સિંહ સરકાર ચલાવી રહ્યા હતા અને તેઓ કોંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યા હતા. કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટી (CPP)ના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ‘Belonging: A Journey of Love’માં પોતાના સંસ્મરણોમાં જણાવ્યું છે કે યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (UPA)ના સમયમાં તેમને ક્યારેય સરકારી ફાઈલો બતાવવામાં આવી નહોતી.

તેમણે કહ્યું કે તેમણે સરકાર બનાવવા માટે તેમના ઈનપુટ્સ આપ્યા છે જેથી જે લોકો વર્ષોથી પાર્ટીની સેવા કરી રહ્યા હતા તેમનું ધ્યાન રાખી શકાય. પરંતુ તેમનું કહેવું છે કે PMO પાસેથી ફાઈલો માંગવાના જે આક્ષેપો તેમણે લગાવ્યા હતા તે ખોટા ઇરાદા અને સંપૂર્ણપણે ખોટા હતા. હિંદુસ્તાન ટાઈમ્સ અનુસાર, તેમણે પુસ્તકમાં એ પણ જણાવ્યું કે તેમણે પોતાના બાળકો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે વર્ષ 2004ની સામાન્ય ચૂંટણીના પરિણામોના થોડા મહિના પહેલા જ નિર્ણય લીધો હતો કે તેઓ ક્યારેય વડાપ્રધાન નહીં બને, બાળકોએ સુરક્ષાના કારણોસર આના પર ભાર આપ્યો હતો.

sonia gandhi

અંગ્રેજી અખબાર ઈન્ડિયા એક્સપ્રેસ અનુસાર, સોનિયા ગાંધીએ લખ્યું કે, ચૂંટણીના થોડા મહિના પહેલા, મેં અને મારા બાળકોએ મને વડાપ્રધાન બનવા અંગે વાત કરી હતી. તેમાંથી એકે મને સીધું પૂછ્યું કે જો આપણી પાર્ટી જીતશે તો શું હું આ પદ સ્વીકારીશ. મેં કહ્યું બિલકુલ નહીં. મેં લગભગ ગુસ્સામાં કહ્યું હતું.

તેમણે મારા પર ભાર આપ્યો, શું તમને પાક્કી ખાતરી છે? ત્યારે મેં ભારપૂર્વક કહ્યું કે, હું ખૂબ જ સ્પષ્ટ છું. ન તો રાહુલ કે ન તો પ્રિયંકાને લાગ્યું કે મારે વડાપ્રધાન બનવું જોઈએ. તેઓ પોતાના દાદીની હત્યા અને પોતાના પિતાની ઘાતકી હત્યાના આઘાતમાંથી પસાર થયા હતા. તેમના મનમાં આ પદ પર હોવું એ હકીકતમાં વધતા જોખમ સાથે સંકળાયેલું હતું. તેઓ રાહત અનુભવી રહ્યા હતા અને હું પણ હળવાશ અનુભવી રહી હતી, કારણ કે પહેલીવાર મેં આ પ્રશ્ન પર પોતાની વાત ભારપૂર્વક જણાવી હતી.

ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, સોનિયા ગાંધીએ લખ્યું છે કે,સમગ્ર ચૂંટણી દરમિયાન, જ્યારે પણ મને જાહેરમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વડાપ્રધાન કોણ હશે, તો મેં કોઈ ચોક્કસ જવાબ આપ્યો નહોતો. હું બસ અંદરથી જાણતી હતી કે અગાઉની કોંગ્રેસ સરકારોના વારસાને આગળ વધારનાર કોઇ વ્યક્તિ હોવી જોઈએ, જેમની પાસે સરકારનો લાંબો અનુભવ હોય અને ઇમાનદારીનો બેદાગ  રેકોર્ડ હોય.

હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, સોનિયા ગાંધીએ જુલાઈ 2003માં શિમલામાં યોજાયેલી કોંગ્રેસની તણાવપૂર્ણ બેઠક વિશે પણ લખ્યું છે. તે સમયે અન્ય સાથી પક્ષો સાથે ગઠબંધન કરવાને લઈને પક્ષમાં અસંમતિ હતી. આ દરમિયાન તેમણે પોતાને ચર્ચામાંથી બહાર જોયા.

sonia gandhi

તેઓ લખે છે કે, મેં પૂછ્યું કે તેઓ શું ચર્ચા કરી રહ્યા છે. તો થોડી ખચકાટ સાથે મને જવાબ મળ્યો કે તેઓ ચર્ચા કરી રહ્યા હતા કે ચૂંટણીમાં પક્ષનું નેતૃત્વ કોણ કરશે. હેરાન સોનિયા ગાંધીએ કહે છે કે દુ:ખી થયું કે તેમના પક્ષના સાથીઓએ તેમને બહારના વ્યક્તિ ગણ્યા અને સંદેશ આપ્યો કે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તેઓ ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરશે. પરંતુ સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે ભાજપને ચૂંટણીમાં મોટો ઝટકો આપ્યો હતો. 2004ની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળની NDAની હારથી ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું. ખાસ કરીને ભાજપને એવા પરિણામની અપેક્ષા નહોતી, જે તેને સત્તામાંથી બહાર કરી દે.

તે સમયે NDA સરકારે ‘ઈન્ડિયા શાઈનિંગ’ અને ‘ફીલ ગુડ’ના નારા આપ્યા હતા. આ સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભાની ચૂંટણી નિર્ધારિત સમય કરતા લગભગ છ મહિના પહેલા કરાવવામાં આવી હતી અને ભાજપે આ મોટો દાવ રમ્યો હતો. તેમનો આ દાંવ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો, પરંતુ હવે કોંગ્રેસ અને તેના અધ્યક્ષ સોનિયા ગાંધીની કસોટી કરવાનો વારો હતો. એક તરફ ભાજપ સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવી રહી હતી, તો બીજી તરફ સોનિયા ગાંધીએ કોંગ્રેસનું નેતૃત્વ સંભાળ્યા બાદ પાર્ટી પહેલીવાર કેન્દ્રમાં સત્તાની નજીક પહોંચી હતી.

ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, 2004ની લોકસભા ચૂંટણીના પરિણામો પછીની સ્થિતિ વિશે સોનિયા ગાંધી તેમના પુસ્તકમાં લખે છે કે,હવે હું મૂંઝવણમાં હતી. પાર્ટીના તે કાર્યકરો જે મારા ઇનકારથી દુઃખી અને નિરાશ થશે, અને તે લોકો માટે પણ જેમણે અમને તેમના મત આપ્યા હતા. મારી લાગણીઓ દરેક ક્ષણે બદલાઈ રહી હતી. એક મિનિટ હું સ્પષ્ટ હતી, બીજી જ ક્ષણે હું મૂંઝવણમાં મુકાઇ ગઇ હતી.

ગઠબંધનના નેતાઓ સાથે મીટિંગ નક્કી કરવામાં આવી હતી. તેઓ બીજા દિવસે બપોરે મારા ઘરે આવવાના હતા. તેમણે મારા સાથી નેતાઓને ખાતરી આપી હતી કે તેઓ મને મનાવી લેશે. બીજા દિવસે, મારા ઘરના અંતિમ હિસ્સામાં બનેલા રાજીવના કોન્ફરન્સ રૂમમાં ગઠબંધનના કેટલાક નેતાઓ સાથે મીટિંગ ચાલી રહી હતી. તેઓ મને તેમની દરખાસ્ત સાથે સંમત થવા માટે કહી રહ્યા હતા. ચર્ચા પૂરી થતા જ મેં હિંમત ભેગી કરીને પોતાની વાત કહી. તેમાં હોબાળો થઇ ગયો. તેઓ ઉભા થઇને મારી તરફ આગળ વધ્યા. હું પણ ઉભી થઇ ગઇ. તેમણે મને ઘેરી લીધી. તેમાંથી એકે કહ્યું કે, ‘અમે આ નહીં માનીએ.’ બીજાએ કહ્યું કે, ‘મેડમ, તમે આ નિર્ણય નહીં લઈ શકો.’

તેમનો સ્વર જબરદસ્ત હતો, લગભગ ગુસ્સાવાળો હતો. અમે નહીં માનીશું. હું હાલી ગઇ હતી. મને લાગ્યું કે કોઈએ મારા પર હાવી થઈ રહ્યું છે. મેં ધીમેથી ગણગણાટ કર્યો, ઠીક છે. એકઠા થયેલા નેતાઓ મારી વાત પૂરી થવાની રાહ પણ જોતા નથી. તેઓ એક પછી એક મને અભિનંદન આપવા લાગે છે.

વાહ માની ગયા, તેઓ માની ગયા- કોઈ કહે છે. હું ત્યાં જ ઉભી રહું છું, સુન્ન. હું આગળ કંઈ કહી શકતી નથી. નેતાઓ સંતુષ્ટ થઈને જતા રહે છે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર સોનિયા ગાંધીએ તેમના પુસ્તકમાં આ પછી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયાનો ઉલ્લેખ કર્યો છે. સોનિયા ગાંધી લખે છે કે, રાહુલ ગર્જ્યા, તમે હાં કહ્યું?’ મેં જવાબ આપ્યો, ‘તેઓ મારી વાત નહીં સાંભળે. હું આવું કરવા માંગતી નથી, તમે જાણો છો કે હું નથી ઈચ્છતી. મારા પર દબાણ કરવામાં આવી રહ્યું હતું. તેમણે પૂછ્યું કે, ‘તમારા પર દબાણ નાખવામાં આવે છે અને અમારું શું? તેઓ ગુસ્સાવાળા ચહેરા સાથે જતા રહ્યા.

sonia gandhi

સોનિયા ગાંધીએ લખ્યું કે, પ્રિયંકાએ કહ્યું- જુઓ, મા, તમે હંમેશાં અંગે વિશે સ્પષ્ટ રહ્યા છો. તેમાં બળજબરી ન કરો. તમે જે નક્કી કર્યું છે તે જ કરો.’ તેમની આંખો લાલ હતી અને મને પણ રડવાનું મન થઇ રહ્યું હતું. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, સોનિયા ગાંધીએ લખ્યું કે, મારા મનમાં વારંવાર એ વાત આવી રહી હતી કે મારા કામના દૂરોગામી પરિણામ હશે, ન માત્ર મારી પાર્ટી માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે. આપણને એક મજબૂત અને સક્ષમ સરકારની જરૂર છે, જેથી ભારતને વિભાજનકારી રાજનીતિથી દૂર રાખી શકાય. કંઈપણ કરતા વધુ આપણને વિકાસ અને પ્રગતિની જરૂર છે.

મેં આ જ વિશ્વાસ સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો કે જો RSS અને તેમના કટ્ટરપંથી જૂથો દ્વારા સંચાલિત ભાજપ સત્તામાં આવશે, તો તે સમુદાયો વચ્ચે ઝઘડાને પ્રોત્સાહન આપશે અને બંધારણનો ખતમ કરી દેશે. સોનિયા ગાંધી લખે છે કે, હું સારી રીતે જાણતી હતી કે જો હું સંમત થઈશ, તો તેઓ જે બૂમ પાડી રહ્યા હતા અને ચૂંટણી પ્રચાર દરમિયાન જે પ્રચાર કર્યો હતો તે ઓછો નહીં થાય. ભાજપ અને તેના સાથી પક્ષો ચોક્કસપણે મારા વિદેશી મૂળને એક મુદ્દા તરીકે ઉપયોગ કરશે. તેઓ ભાવનાઓને ભડકાવશે અને એવી તબાહી મચાવશે, જે પાછલા અને અગામી  વર્ષોની દરેક વસ્તુને દબાવી દેશે. હું વડાપ્રધાનનું પદ સંભાળવાનું કેવી રીતે માની શકું છું? નહીં ક્યાંરેય નહીં.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને તેમના પુત્રી શર્મિષ્ઠા મુખર્જી અગાઉ પણ આ તરફ ઇશારો કરી ચૂક્યા છે કે ગાંધી પરિવાર તેમને વડાપ્રધાન બનાવવામાં ખચકાટ અનુભવતી રહ્યો હતો, જ્યારે તેઓ UPA કેબિનેટમાં સૌથી વરિષ્ઠ મંત્રી હતા. હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, સોનિયા ગાંધીએ તેમના પુસ્તકમાં જણાવ્યું છે કે, 2010માં, UPAના સત્તામાં પાછા આવ્યાના એક વર્ષ પછી મુખર્જીએ તેમને વડાપ્રધાન બદલવાનું સૂચન કર્યું હતું. તેમણે પુસ્તકમાં લખ્યું કે, તેમણે મને એવું સૂચવીને ચોંકાવી દીધી ર્યું કે કદાચ હવે ટોચ પર પરિવર્તનનો સમય આવી ગયો છે. મેં આને વડાપ્રધાન બનવાની તેમની લાંબા સમયથી ચાલતી ઇચ્છાના સંકેત સમજ્યું. મેં ધીમેથી વાત બદલી દીધી. જો કે તેઓ નિરાશ થયા હશે, તેમણે મને ક્યારેય એવું અનુભવવા દીધું નહીં કે તેમના મનમાં મારી મારી વિરુદ્ધ કંઈ હતું.

Leave a Reply

error: Content is protected !!