fbpx

પગાર લાખોમાં પણ પેટ નથી ભરાતું, સરકારી અધિકારી પાસે મળ્યું 50 તોલા સોનું, 7 કરોડનો વિલા, 25 એકર જમીન, અને…

Spread the love

પગાર લાખોમાં પણ પેટ નથી ભરાતું, સરકારી અધિકારી પાસે મળ્યું 50 તોલા સોનું, 7 કરોડનો વિલા, 25 એકર જમીન, અને...

તેલંગાણા ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ અપ્રમાણસર સંપત્તિના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ACBએ નાગરકુર્નૂલમાં સિંચાઈ વિભાગમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (DEE) રઘીર સત્યનારાયણ સાથે જોડાયેલા 10 સ્થળોએ દરોડા પાડ્યા છે. સત્યનારાયણ પર તેમના માન્ય આવકના સ્ત્રોત કરતાં અપ્રમાણસર સંપત્તિ ધરાવવાનો આરોપ છે. આ આરોપો પછી, ACBએ તેમના નિવાસસ્થાન અને તેમની સાથે સંકળાયેલી અન્ય મિલકતો સહિત 10 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન જપ્ત કરાયેલી યાદી એન્જિનિયરની પગાર સ્લિપ કરતાં પણ ઘણી લાંબી છે.

Engineer Satyanarayana

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, દરોડા કોર્ટના આદેશ હેઠળ કરવામાં આવ્યા હતા. કોર્ટે એન્જિનિયર સામેના આરોપોની તપાસના ભાગ રૂપે આ કાર્યવાહીને મંજૂરી આપી હતી. આમાં વનાપાર્થી જિલ્લાના તેમના પૈતૃક ગામ શાપુર, હૈદરાબાદમાં અનેક સ્થળો અને તેમના પરિવારના સભ્યો અને સંબંધીઓના નામે રાખવામાં આવેલી મિલકતોનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન, ACB અધિકારીઓને અનેક મિલકતોના રેકોર્ડ મળી આવ્યા, જેની યાદી નીચે પ્રમાણે થાય છે…

વનાપાર્થી જિલ્લામાં 25 એકર ખેતીની જમીન, વનાપાર્થીમાં એક ફાર્મહાઉસ, તેમની પત્નીના નામે નોંધાયેલા 9 ખાલી પ્લોટ, કુકટપલ્લીમાં એક વિલા, જે તેમના પરિવારના સભ્યોની માલિકીનું હોવાનું કહેવાય છે, જેની કિંમત વર્તમાન બજાર દરે આશરે રૂ. 7 કરોડ છે, કરમનઘાટમાં 3-BHK ફ્લેટ, નાગોલના રોકટાઉનમાં 2-BHK ફ્લેટ, આશરે 50 તોલા સોનું, તેમના અને તેમના પરિવારના સભ્યોના નામે નોંધાયેલા 3થી 4 ફોર-વ્હીલર અને 1 ટુ-વ્હીલર, મ્યુચ્યુઅલ ફંડ અને ચિટ ફંડમાં આશરે રૂ. 20 લાખનું રોકાણ, LIC પોલિસી અને અન્ય બેંક-લિંક્ડ વીમા પોલિસી, જેની વિગતો હજુ સુધી સંપૂર્ણ રીતે ચકાસવામાં આવી નથી.

Engineer Satyanarayana

ACB અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી જપ્ત કરાયેલી જે સંપત્તિ છે તેનું સરકારી મૂલ્ય આશરે રૂ. 5-6 કરોડ છે. જો કે, આ સત્તાવાર મૂલ્ય છે. તેનું બજાર મૂલ્ય ઘણું વધારે હોઈ શકે છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે તપાસ ચાલુ છે, અને વીમા પોલિસી અને અન્ય રોકાણોની વિગતોની ખાતરી કરવામાં આવી રહી છે. તેઓ એ પણ ચકાસી રહ્યા છે કે, DEE સત્યનારાયણે કોઈ બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી કે નહીં. જોકે, હજુ સુધી કોઈ બેંક લોકર મળ્યું નથી.

રઘીરી સત્યનારાયણ વિશે વાત કરીએ તો, તેઓ 2005માં સહાયક ઇજનેર (AE) તરીકે નોકરીમાં જોડાયા હતા. તેમની પત્ની પણ વીજળી વિભાગ (ટ્રાન્સકો)માં સહાયક ઇજનેર છે. હાલમાં, ACB કથિત અપ્રમાણસર સંપત્તિની તપાસ કરી રહી છે. ACB વધુ કાનૂની કાર્યવાહી કરવા માટે તેની તપાસ ચાલુ રાખી રહી છે. અહેવાલો અનુસાર, અપ્રમાણસર સંપત્તિના કિસ્સાઓમાં, ફક્ત સંપત્તિઓની યાદી તૈયાર કરવી પૂરતું નથી. તપાસ એજન્સીએ અધિકારી અને તેમના પરિવારની જાહેર કરેલી આવક, મિલકત ક્યારે ખરીદવામાં આવી હતી અને ભંડોળ ક્યાંથી આવ્યું તેની પણ તપાસ કરવાની જરૂર છે. આ કરવા માટે, પગાર, બેંક ખાતા, જમીન અને મિલકતના દસ્તાવેજો, રોકાણો અને અન્ય નાણાકીય રેકોર્ડની તપાસ કરવામાં આવે છે. પરિવારના સભ્યોના નામે રાખવામાં આવેલી સંપત્તિના સ્ત્રોતની પણ તપાસ કરવામાં આવે છે.

Leave a Reply

error: Content is protected !!