fbpx

‘એકજૂથ રહેવા ઇસ્લામ પાસેથી શીખે હિંદુઓ’, રાજા ભૈયાનું નિવેદન; ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો પણ કર્યો બચાવ

Spread the love

‘એકજૂથ રહેવા ઇસ્લામ પાસેથી શીખે હિંદુઓ', રાજા ભૈયાનું નિવેદન; ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો પણ કર્યો બચાવ

જનસત્તા દળ (લોકતાંત્રિક)ના પ્રમુખ કુંવર રઘુરાજ પ્રતાપ સિંહ, ઉર્ફ રાજા ભૈયાએ શનિવારે કહ્યું કે હિંદુઓએ એકજૂથ રહેવા માટે ઇસ્લામ પાસેથી શીખવું જોઈએ. ઉત્તર પ્રદેશની કુંડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રાજા ભૈયાએ હિંદુઓને એક કરનારી વિચારધારા અંગેના એક પ્રશ્નના જવાબમાં આ વાત કરી હતી.

તેમણે કહ્યું કે, કેટલાક મુસ્લિમો કોંગ્રેસ, કેટલાક સમાજવાદી પાર્ટીમાં છે, કેટલાક અન્ય રાજકીય પાર્ટીઓમાં છે અને કેટલાક વામપંથી દળોમાં પણ છે, પરંતુ તેમના માટે ઇસ્લામ પ્રાથમિકતા રહે છે. રાજા ભૈયાએ કહ્યું કે હિંદુઓએ પોતાને કોઈ એક રાજકીય પક્ષની સીમાઓમાં બંધાઇને ન રાહેવું જોઈએ. હિંદુત્વના મુદ્દે તેમણે યાદ રાખવું જોઇએ કે, તેઓ સૌ પ્રથમ હિંદુ છે. રાજકીય પક્ષો તો આવતા-જતા રહેશે, પરંતુ ઈશ્વર, ધર્મ અને સનાતન પરંપરા પ્રત્યે તેમની વિચારધારા અને આસ્થા દૃઢ, પ્રબળ અને ખુલીને વ્યક્ત થવી જોઈએ.

Raja Bhaiya

હિંદુત્વના નામે રાજકીય પક્ષો વચ્ચેના મતભેદો અને સોફ્ટ હિન્દુત્વ તથા હાર્ડકોર હિંદુત્વ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાજા ભૈયાએ કહ્યું કે, ઈશ્વરનો CCTV કેમેરો માત્ર બહારની તસવીર જોતો નથી, અંદરની તસવીર પણ જુઓ છે. તેમણે કહ્યું કે, તેઓ કોઈ ચોક્કસ રાજકીય પક્ષનું નામ લેવા માંગતા નથી, પરંતુ આજે એક-બે અપવાદોને બાદ કરતા મોટાભાગના રાજકીય પક્ષો એવા છે, જે હિંદુઓ વચ્ચે એકતા કે એકજૂથતા ઈચ્છતા જ નથી.

કુંડામાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ‘રામ કથા’ આયોજિત કરવાના વિરોધ અંગે રાજા ભૈયાએ કહ્યું કે આવી માંગણીઓ ગેરબંધારણીય છે. તેમણે લોકોને ભારતીય બંધારણની કલમ 25 અને 26 વાંચવાની સલાહ આપી. ભગવાન શ્રીકૃષ્ણ વિશે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા કરવામાં આવેલી કથિત વિવાદાસ્પદ નિવેદન પર રાજા ભૈયાએ તેમનો બચાવ પણ કર્યો. તેમણે કહ્યું કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જાતિ પ્રથા નાબૂદ કરવા અને હિંદુઓને એક કરવાની વાત કરે છે. હકીકતમાં, 29 ઓક્ટોબરે મધ્ય પ્રદેશના શિવપુરીમાં આયોજિત રામ કથા દરમિયાન, શાસ્ત્રીએ કથિત રીતે કહ્યું હતું કે, આપણા રામ સીધા છે, જ્યારે તમારા કૃષ્ણ વાંકા છે. તેમણે ભક્તોને ભગવાન શ્રીકૃષ્ણની તસવીર જોવા અને તેમની મુદ્રાનું અવલોકન કરવા પણ કહ્યું હતું.

Raja Bhaiya

રાજા ભૈયાએ જણાવ્યું કે 17 નવેમ્બરથી 20 નવેમ્બર દરમિયાન કુંડામાં યોજાનારી રામ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકો વચ્ચે ભગવાન શ્રીરામની મહિમાનો પ્રસાર કરવાનો છે. આ કાર્યક્રમમાં પાકિસ્તાનથી આવેલા લગભગ 500 હિન્દુ શરણાર્થીઓ પણ હાજરી આપશે અને પાકિસ્તાનમાં હિન્દુઓએ સહન કરેલા કથિત અત્યાચારો વિશે પોતાના અનુભવો શેર કરશે. 

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની 12 ડિસેમ્બરે અયોધ્યામાં રામ મંદિરની પ્રસ્તાવિત મુલાકાત અંગે રાજા ભૈયાએ તેને એક સકારાત્મક પગલું ગણાવ્યું. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ રામ મંદિર જવું જોઈએ. તેમણે કહ્યું કે જે લોકો હજુ સુધી રામ લલ્લાના દર્શન કરી શક્યા નથી, તેઓ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ આશીર્વાદથી વંચિત છે. રાજા ભૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એકજૂટ રહેશો, તો સેફ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બટોગે તો કટોગે નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો.

વર્ષ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી અંગે રાજકીય ગઠબંધનની શક્યતાઓ અંગે રાજા ભૈયાએ કહ્યું કે, જે પણ રાજકીય પક્ષ જનસત્તા દળના સિદ્ધાંતો અને વિચારધારા સાથે જોડાવા ઈચ્છતો હશે, તેની સાથે સન્માનપૂર્વક વાતચીત કરવામાં આવશે. જોકે, તેમણે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન થવાની શક્યતા અંગે તેમણે કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો. જ્યારે તેમને ભાજપના નેતાઓ સાથેની મુલાકાતો અને આગામી વિધાનસભા ચૂંટણી માટેની તેમની રણનીતિ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે રાજા ભૈયાએ કહ્યું કે હાલમાં તેમનું સંપૂર્ણ ધ્યાન રામ કથાના આયોજન અને સંગઠન પર છે.

Leave a Reply

error: Content is protected !!