fbpx

1 લાખની સરકારી સહાય માટે બીજા લગ્ન કરવા પહોંચેલા પતિની જાનમાં પહોચી ગઈ પહેલી પત્ની, પોલીસ ઉઠાવી ગઈ

Spread the love

1 લાખની સરકારી સહાય માટે બીજા લગ્ન કરવા પહોંચેલા પતિની જાનમાં પહોચી ગઈ પહેલી પત્ની, પોલીસ ઉઠાવી ગઈ

ઉત્તર પ્રદેશના એટાહ જિલ્લામાં મુખ્યમંત્રી સામૂહિક લગ્ન યોજના હેઠળ આયોજિત એક સમારોહમાં પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના બીજા લગ્ન કરવાનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. આરોપીની પત્ની સોનીએ લગ્ન સ્થળે પહોંચીને પોલીસને જાણ કરતા તાત્કાલિક અસરથી આ લગ્ન અટકાવી દેવામાં આવ્યા હતા.

પીડિત પત્ની સોનીએ આક્ષેપ કર્યો હતો કે તેનો પતિ આકાશ આ સરકારી યોજના હેઠળ મળતી 1 લાખ રૂપિયાની આર્થિક સહાય મેળવવાની લાલચમાં ફરીથી લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સોનીએ જણાવ્યું કે તેમના લગ્નને 5 વર્ષ થઈ ચૂક્યા છે.

10

સોની અને આકાશના લગ્ન 14 નવેમ્બર, 2021ના રોજ થયા હતા. આકાશ વ્યવસાયે પેઈન્ટર તરીકે કામ કરે છે. સોનીના જણાવ્યા મુજબ, લગ્ન બાદથી જ આકાશ તેની સાથે શારીરિક મારપીટ કરતો હતો. પતિ-પત્ની વચ્ચેના વિવાદ બાદ છેલ્લા ત્રણેક વર્ષથી તેમનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, પરંતુ હજુ સુધી તેમના સત્તાવાર છૂટાછેડા થયા નથી.

આ દરમિયાન સોનીને જાણ થઈ હતી કે આકાશ સરકારી યોજના હેઠળ યોજાઈ રહેલા સામૂહિક લગ્ન સમારોહમાં અન્ય એક યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ માહિતી મળતા જ તે તાત્કાલિક લગ્ન સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસને આ બીજા લગ્ન અંગે જાણ કરી હતી.

સોનીની ફરિયાદના આધારે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, લગ્નની વિધિ અટકાવી હતી અને વરરાજા બનેલા આકાશની અટકાયત કરી હતી. આ ઘટનાને પગલે સામૂહિક લગ્ન સમારોહમાં થોડા સમય માટે અફરાતફરી અને હોબાળાનો માહોલ સર્જાયો હતો.

11

પોલીસ ઈન્ચાર્જ ધર્મેન્દ્ર પવારે જણાવ્યું હતું કે, પોલીસને માહિતી મળી હતી કે પહેલેથી જ પરિણીત એક વ્યક્તિ ફરીથી લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ મામલે આકાશની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

error: Content is protected !!