
હોન્ડાએ ભારતીય બજારમાં પોતાની નવી 500cc મોટરસાઇકલ Honda CB500 લોન્ચ કરી છે, જે શાનદાર ફીચર્સ સાથે આવે છે. નવી હોન્ડાની બાઇક ‘રેટ્રો-મોડર્ન’ લુક સાથે આવે છે. આ બાઇકની લોન્ચિંગ સાથે આ સેગમેન્ટમાં મોટા એર-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર એન્જિનની ફરી વાપસી થઈ છે.
અગાઉ, આવા એન્જિન રોયલ એનફિલ્ડની મોટરસાઇકલોમાં જોવા મળતા હતા; જોકે, કંપનીએ તેના 500cc મોડલ્સનું ઉત્પાદન બંધ કરી દીધા બાદ, આ સેગમેન્ટમાંથી એર-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર એન્જિન આવતા નથી. ચાલો જાણીએ, આ બાઇકની કિંમત અને બીજી ખાસ વિગતો.

કિંમત કેટલી છે?
Honda CB500ની એક્સ-શૉરૂમ કિંમત 2.75 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તે ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. પ્રી-બુકિંગ શરૂ થઈ ગઈ છે અને આ વર્ષના અંત સુધીમાં ડિલિવરી શરૂ થવાની અપેક્ષા છે. બેઝ એલોય વેરિઅન્ટ પર્લ ઇગ્નિયસ બ્લેક અને પર્લ ડીપ ગ્રાઉન્ડ ગ્રે કલરમાં ઉપલબ્ધ છે.
તો મિડ-સ્પેક વેરિયન્ટની કિંમત 3 લાખ રૂપિયા છે, જેમાં ક્રોસ-સ્પોક ટ્યૂબલેસ રિમ્સ મળે છે. જ્યારે બાઇકનું ટોપ-ટિયર વેરિયન્ટ એક્સક્લૂસિવ કલર અને ગ્રાફિક્સ સાથે આવે છે, તેની કિંમત 3.02 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ) છે અને તેમાં સ્પોક્ડ-વ્હીલ સેટઅપ મળે છે.
Honda CB500માં 501cc નું સિંગલ-સિલિન્ડર એર અને લિક્વિડ કૂલ્ડ એન્જિન મળે છે. આ એન્જિન 28 hpનો પાવર અને 43.3 Nm ટોર્ક જનરેટ કરે છે. હોન્ડા દ્વારા કોઈ મોટરસાઇકલમાં આપવામાં આવેલું આ સૌથી મોટું એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન છે. આમાં 5-સ્પીડ ગિયરબોક્સ મળે છે.

આમાં સ્લિપ-એન્ડ-આસિસ્ટ ક્લચ મળે છે. હોન્ડાની આ બાઇકમાં આગળનું વ્હીલ 19 ઇંચનું અને પાછળનું વ્હીલ 17 ઇંચનું છે. બાઇકમાં ડ્યૂઅલ ડિસ્ક બ્રેક્સ અને ડ્યૂઅલ-ચેનલ ABS મળે છે. તેમાં કન્વેન્શનલ ટેલિસ્કોપિક ફોર્ક્સ ફોર્ક ફ્રંટમાં અને પ્રી-લોડેડ એડજસ્ટેબલ, ગેસ-ચાર્જ્ડ ટ્વીન શૉક રિયર સસ્પેન્શન મળે છે. CB500નું વજન 189 કિગ્રા છે અને તેમાં 168 મીમીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે, જેના કારણે તેને મોટાભાગના પ્રકારના રસ્તાઓ પર ચલાવવી સરળ બને છે. તેમાં 15.2 લીટરની ફ્યૂઅલ ટેંક મળે છે અને એનાલોગ-ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ પેનલ આપવામાં આવી છે. આ બાઇકમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે આવે છે; હોન્ડા રોડસિંક એપનો ઉપયોગ કરીને તેને તમારા સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકો છો, જેના પર તમને ટર્ન-બાય-ટર્ન નેવિગેશન મળે છે.