
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સહ-સંયોજક સૌરવ દાસને દિલ્હી એરપોર્ટ પર અટકાવવાની ઘટના અંગે, વિદેશ મંત્રાલય (MEA)એ પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે જણાવ્યું હતું કે, તેમના પાસપોર્ટમાં નોંધાયેલા જન્મસ્થળની માહિતી અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. ચેન્નાઈ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલયે 23 નવેમ્બરે તેમને એક કારણ દર્શક નોટિસ મોકલી હતી, જેમાં સાત દિવસની અંદર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. જવાબ આપવા સુધી તેમને પાસપોર્ટનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

બુધવારે, સૌરવ દાસે વિદેશ યાત્રા પર રોક વિરુદ્વ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ હતી. તેમના વકીલે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ નિતિન વાસુદેવ સાંબરે અને ન્યાયાધીશ સંજય શર્માની ખંડપીઠ સમક્ષ આ મામલે તાત્કાલિક સુનાવણી માટે માંગ કરી હતી.
સૌરવે X પર એક પોસ્ટમાં લખ્યું કે, ભાજપ સમર્થક કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સે હવે મારો પાસપોર્ટ લીક કરી દીધો છે. આ ચિંતાનો વિષય છે. શું વિદેશ મંત્રાલય સ્પષ્ટતા કરશે કે નાગરિકોના પાસપોર્ટ આ રીતે લીક થવા સામાન્ય વાત છે? શું નવા ભારતમાં કોઈની ખાનગી માહિતીને સાર્વજનિક કરવાનું કાયદેસર કરી દેવામાં આવ્યું છે?
12.jpg?w=1110&ssl=1)
સૌરવે જણાવ્યું કે મારે કોકરોચ મૂવમેન્ટ પર વાત કરવા માટે UK જવાનું હતું. 23 નવેમ્બરે દિલ્હી એરપોર્ટ પર રાત્રે 1:00 વાગ્યાની ફ્લાઇટ હતી, પરંતુ મને જવા દેવામાં ન આવ્યો. ઇમિગ્રેશન કાઉન્ટર પર તેમને અટકાવી દેવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું કે મારે ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, LSE અને એડિનબર્ગ જેવી યુનિવર્સિટીઓ તરફથી કોકરોચ મૂવમેન્ટ પર વાત કરવા માટે નિમંત્રણ મળ્યું હતું.
જો કે સત્તાવાર લિસ્ટિંગ મુજબ, 1 ડિસેમ્બરે ઓક્સફર્ડ યુનિયનમાં પેનલ ચર્ચા યોજાવાની છે, જેમાં સૌરવને બોલાવવામાં આવ્યો હતો. ઓક્સફર્ડ યુનિયન એ સ્વતંત્ર રીતે સંચાલિત એક ડિબેટિંગ સોસાયટી છે; તે ઓક્સફર્ડ યુનિવર્સિટીનો ભાગ નથી.
13.jpg?w=1110&ssl=1)
દીપકે સૌરવ દાસનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું કે, જ્યારે તેઓ એરપોર્ટ પર હતા, ત્યારે તેમને ઇમિગ્રેશન પર રોકી દેવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તેઓ ભારત બહાર નહીં જઈ શકે. મને સમજાતું નથી કે આવું શા માટે કરવામાં આવ્યું. જો દાસે કોઈ છેતરપિંડી કે કૌભાંડ કર્યું હોત, તો પણ તેમને આ રીતે એરપોર્ટ પર રોકવામાં ન આવ્યા હોત. આ બધા બહાના છે.
શું સૌરવ આતંકવાદી, ગુનેગાર કે ઠગ છે કે તેને આ રીતે રોકવામાં આવ્યો? મોદી સરકાર વિજય માલ્યા, મેહુલ ચોક્સી કે નીરવ મોદી જેવા લોકોને નથી રોકતી, જેમની પાસે હજુ પણ દેશના 58 કરોડ લેવાના છે. સરકારને 27 વર્ષીય સૌરવ દાસથી પરેશાની છે. જે લોકોએ દેશને લૂંટ્યો છે તેમનાથી પરેશાની નથી.