fbpx

ચિપ્સ, બિસ્કિટ કે અન્ય કોઈ પેકેજ્ડ પેકેટ સામે જ દેખાશે ભયનું લાલ નિશાન, સુપ્રીમ કોર્ટે FSSAIને આપ્યો મોટો નિર્દેશ

Spread the love

ચિપ્સ, બિસ્કિટ કે અન્ય કોઈ પેકેજ્ડ  પેકેટ સામે જ દેખાશે ભયનું લાલ નિશાન, સુપ્રીમ કોર્ટે FSSAIને આપ્યો મોટો નિર્દેશ

બજારમાંથી ચિપ્સ, બિસ્કિટ કે અન્ય કોઈ પેકેજ્ડ ખાદ્ય પદાર્થો ખરીદતી વખતે હવે તમને પાછળના ભાગે છપાયેલા ઝીણા અક્ષરોને ધ્યાનથી વાંચવા માટે આંખો પર જોર લગાવવાની જરૂર નહીં પડે. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, દેશની સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. જસ્ટિસ જે.બી. પારદીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે સ્પષ્ટ કરી દીધું છે કે, જે પેકેજ્ડ ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું કે સેચ્યુરેટેડ ફેટવાળા પેકેજ્ડ ફૂડના આગળના ભાગે સ્પષ્ટ ચેતવણી દર્શાવવી પડશે.

26 નવેમ્બર એટલે કે બંધારણ દિવસના અવસર પર આ ચૂકાદો આપતા કોર્ટે કહ્યું કે, બંધારણમાં ‘સ્વાસ્થ્યના અધિકાર’ની વાત કરવામાં આવી છે, તેથી આવા નિર્ણય માટે આનાથી સારો દિવસ નહીં હોય શકે. જો આ નિર્ણયનો સાચી ભાવના સાથે અમલ કરવામાં આવે, તો તે દેશને એક સ્વસ્થ ભવિષ્ય તરફ લઇ જશે.

SC1

સુપ્રીમ કોર્ટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ને કડક નિર્દેશો આપ્યા છે. નવા આદેશ મુજબ, દરેક નુકસાનકારક તત્વ એટલે કે ચરબી, ખાંડ અને મીઠું માટે અલગ-અલગ લાલ રંગના ષટ્કોણ (hexagonal) આકારના લેબલ લગાવવા પડશે. આ લેબલોમાં સ્પષ્ટ ચિત્ર સાથે મોટા અક્ષરોમાં ‘HIGH FAT’, ‘HIGH SUGAR’  અથવા ‘HIGH SALT’ લખેલું હશે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, દરેક લાલ હેક્સાગનનો આકાર પેકેજના આગળના ભાગના ઓછામાં ઓછા 4% થી 5% હોવું જોઈએ, જેથી ગ્રાહકો તેને દૂરથી પણ સરળતાથી વાંચી શકે.

કોર્ટે લેબલિંગ માટેના માપદંડોમાં પણ ફેરફાર કર્યા છે. હવે FSSAIએ  એડડ સુગર નહીં, પરંતુ ઉત્પાદનમાં રહેલી કુલ ખાંડ, સેચુરેટેડ ફેટ અને મીઠાના આધારે આ ચેતવણી લગાવવી પડશે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આ માટેની મર્યાદાઓ (થ્રેશોલ્ડ) ફરીથી નક્કી કરવી પડશે; DGI 2024ના ટેબલ 15.1ને તેના વર્તમાન સ્વરૂપમાં લાગૂ નહીં કરી શકાય. આ અગાઉ, સુનાવણી દરમિયાન કોર્ટે FSSAIના એ પ્રસ્તાવ પર પણ સવાલ ઉઠાવ્યા હતા, જેમાં કંપનીઓને નિયમોનું સ્વૈચ્છિક પાલન કરવા માટે 365 દિવસનો સમય આપવાનું અને ફરીથી પરામર્શ પ્રક્રિયા હાથ ધરવાની વાત કહેવામાં આવી હતી.

SC3

સુપ્રીમ કોર્ટનો આ આદેશ કડક રીતે પાલન કરવાને પાત્ર છે. કોર્ટે FSSAIને ડ્રાફ્ટ નિયમ તૈયાર કરવા માટે ચાર મહિનાનો સમય આપ્યો છે. બેન્ચે સખત શબ્દોમાં જણાવ્યું છે કે આમાં કોઈપણ પ્રકારનો વિલંબ સહન કરવામાં આવશે નહીં. આટલું જ નહીં, FSSAIએ બરાબર 10 અઠવાડિયામાં કોર્ટ સમક્ષ પ્રગતિ અહેવાલ રજૂ કરવાનો રહેશે, જેમાં આ સંદર્ભે થયેલા કામની વિગતો આપવાની રહેશે.

માત્ર પેકેજ પર ચેતવણીઓ છાપવાથી કામ નહીં ચાલે, એટલે કોર્ટે બાળકોમાં જાગૃતિ લાવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. આદેશ અનુસાર, હવે દેશભરની શાળાઓમાં ન્યૂટ્રિશનલ લિટરસી એટલે કે પોષણ સંબંધિત શિક્ષણ લાગૂ કરવું પડશે. આ માટે શાળાના અભ્યાસક્રમોમાં સુધારો કરવામાં આવશે અને વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવશે. કોર્ટનું માનવું છે કે બાળપણથી જ સ્વસ્થ આહારની આદતો વિશે સમજ વિકસિત થવાથી, આગામી પેઢીને જંક ફૂડના નુકસાનથી બચાવી શકાય છે.

Leave a Reply

error: Content is protected !!