fbpx

ઝહીર ખાન અનોખી T20 લીગ શરૂ કરવા જઈ રહ્યો છે; ટીમમાં 5 પુરુષ અને 6 મહિલા ક્રિકેટરો હશે

Spread the love

ઝહીર ખાન અનોખી T20 લીગ શરૂ કરવા જઈ રહ્યો છે; ટીમમાં 5 પુરુષ અને 6 મહિલા ક્રિકેટરો હશે

ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને 2011 વર્લ્ડ કપ વિજેતા ઝહીર ખાન જર્મનીમાં એક નવી મિશ્ર પુરુષ-મહિલા T20 ક્રિકેટ લીગ, ‘Equal’ શરૂ કરશે. આ T20 ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય એક જ પ્લેઇંગ ઇલેવનમાં પુરુષ અને મહિલા ક્રિકેટરોનો સમાવેશ કરીને ક્રિકેટના પરંપરાગત ફોર્મેટને નવી દિશા આપવાનો છે. આ પહેલ ઝહીર ખાન અને IT ઉદ્યોગસાહસિક નાગેન્દ્ર સિદ્ધૌતમની સહ-માલિકી ધરાવતી એન્કર સ્પોર્ટ્સ દ્વારા કલ્પના કરવામાં આવી હતી. તે જર્મન ક્રિકેટ ફેડરેશન (ડ્યુશેર ક્રિકેટ બંડ) સાથે ભાગીદારીમાં બનાવવામાં આવી રહી છે. ફ્રેન્ચાઇઝ ક્રિકેટ લીગનું સંપૂર્ણપણે નવું ફોર્મેટ ‘Equal’, પ્રોફેશનલ પુરુષ અને મહિલા ક્રિકેટરો એકસાથે રમશે. આ T20 ક્રિકેટમાં એક નવું અને સમાવિષ્ટ ફોર્મેટ લાવશે. પુરુષો અને મહિલાઓ માટે અલગ ટુર્નામેન્ટ યોજવાની પરંપરાને બાજુ પર મૂકીને, બધા ખેલાડીઓ એક જ સ્પર્ધામાં ભાગ લેશે, તેમાં એક જ સ્કોરબોર્ડ અને એક જ વિજેતા ટીમ હશે.

Zaheer Khan

પ્રારંભિક ફોર્મેટ હેઠળ, 5 ટીમો 12 T20 મેચ રમશે. દરેક ટીમમાં 18 ખેલાડીઓ હશે. દરેક પ્લેઇંગ ઇલેવનમાં 6 મહિલા અને 5 પુરુષો હશે. T20 ક્રિકેટના હાલના નિયમો અને ફોર્મેટને જાળવી રાખતા, આ ફોર્મેટમાં સ્પષ્ટ રમતના નિયમો, ખેલાડીઓની સલામતીના પગલાં અને સંગઠિત અને સ્પર્ધાત્મક મેચો સુનિશ્ચિત કરવા માટે અવેજી ખેલાડીઓ માટેની જોગવાઈઓનો પણ સમાવેશ કરવામાં આવશે. એન્કર સ્પોર્ટ્સના સહ-માલિક ઝહીર ખાને જણાવ્યું હતું કે, ‘ક્રિકેટમાં લોકોને (જોડવાની) એક કરવાની શક્તિ છે. રમતનો વધુ વિકાસ, ખાસ કરીને યુરોપ જેવા ઉભરતા બજારોમાં, આપણે તેને શક્ય તેટલા વધુ લોકો સુધી કેટલી સરળતાથી સુલભ બનાવી શકીએ છીએ તેના પર નિર્ભર રહેશે. ‘Equal’ જેવી પહેલ આ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. તે તમામ જાતિના (પુરુષ-મહિલા) લોકોને રમતની વિકાસ યાત્રામાં ભાગ લેવા, યોગદાન આપવા અને હિસ્સો બનવાની તકો પૂરી પાડશે. 2028માં ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને પાછું રમાડવામાં આવશે, જે નવા સમુદાયો સુધી પહોંચવા અને વૈશ્વિક સ્તરે તેની પહોંચ વધારવાની એક મહાન તક રજૂ કરે છે. ‘Equal’ને ખાસ બનાવતી વાત એ છે કે, તેમાં એક પુરુષ અને એક મહિલા ક્રિકેટર એક જ મેદાન પર સામ-સામે સ્પર્ધા કરશે.’

Zaheer Khan

વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2026 (16 સપ્ટેમ્બર, 2026ના રોજ પ્રકાશિત) અનુસાર, જર્મની 145 અર્થતંત્રોમાંથી નવમા ક્રમે છે. આ દેશે જાતિગત તફાવત 81.7 ટકા ઘટાડ્યો છે. આ નવીનતા ઉપરાંત, ‘Equal’નો ઉદ્દેશ્ય ભાગીદારી, પ્રતિભા વિકાસ અને ચાહકોની સંલગ્નતા માટે નવી તકો ઊભી કરવાનો છે. પુરુષો અને સ્ત્રીઓને એક છત્ર હેઠળ લાવીને, આ પહેલ એક સમાવિષ્ટ, ટકાઉ અને સ્પર્ધાત્મક મોડેલ શોધવાનો પ્રયાસ કરે છે, જે યુરોપમાં ક્રિકેટના સતત વિકાસમાં ફાળો આપી શકે. જર્મન ક્રિકેટ ફેડરેશન (DCB)ના પ્રમુખ સેવેરિન વાયસે જણાવ્યું હતું કે, ‘જર્મનીમાં પહેલાથી જ એક મોટો ક્રિકેટ સમુદાય છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે. જેથી કરીને અમે આમા એક એવું પ્લેટફોર્મ બનાવવાની અપાર સંભાવના જોઈએ છીએ, જે આ સમુદાયોને વધુ સંરચિત અને સ્પર્ધાત્મક વાતાવરણમાં એકસાથે લાવે છે. ‘Equal’ અમને અમારા હાલના આધારને વધુ મજબૂત બનાવવા, રમત સાથે વધુ લોકોને જોડવા, સ્થાનિક સમુદાયો સુધી ક્રિકેટને પહોંચાડવા અને રમતને ઘણા બધા પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવાની તક આપે છે.’

Leave a Reply

error: Content is protected !!