
Royal Enfieldએ તેની બહુપ્રતીક્ષિત એડવેન્ચર મોટરસાઇકલ, Himalayan 750ને ભારતમાં લોન્ચ કરી દીધી છે. જે ટ્વીન-સિલિન્ડર એન્જિન સાથે આવે છે અને કંપનીની સૌથી પાવરફુલ અને ફ્લેગશિપ બાઇક બની ગઈ છે. ગયા મહિને ઇટાલીના મિલાનમાં યોજાયેલા EICMA મોટર શૉમાં Continental GT 750 સાથે ગ્લોબલ ડેબ્યૂ કર્યા બાદ, આ શાનદાર ડ્યૂઅલ-પર્પઝ એડવેન્ચર બાઇકને ભારતમાં 4.89 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ)ની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. 750 CCની આ સૌથી સસ્તી બાઇક છે. લોન્ચિંગ સમયે સ્પોટ પર જ મોટી સંખ્યામાં લોકોએ બાઇક માટે બૂકિંગ કરાવવા લાઈનો લગાવી દીધી હતી. ચાલો તેની મુખ્ય વિશેષતાઓ પર વિગતવાર નજર કરીએ.

નવું 743cc ટ્વીન-સિલિન્ડર એન્જિન અને લૉ-એન્ડ ટોર્ક
એન્જિન: તેમાં નવું 743cc પેરેલલ-ટ્વીન એન્જિન આપવામાં આવ્યું છે, જે 7,000 rpm પર 55 PS પાવર જનરેટ કરે છે.
3,500 rpm પર 90% ટોર્ક: તેનો પીક ટોર્ક 5,000 rpm પર મળે છે, પરંતુ કંપનીના જણાવ્યા અનુસાર, કુલ ટોર્કનો 90% હિસ્સો માત્ર 3,500 rpm પર જ મળી જાય છે, જેનાથી ચઢાણ ચઢવા અને ઓફ-રોડિંગ કરવું ઘણું સરળ બની જાય છે.
કૂલિંગ અને ડિઝાઇન: 650cc ટ્વીન બાઇક્સની જેમ જ, તેમાં સિંગલ ઓવરહેડ કેમશાફ્ટ (SOHC) અને એર-ઓઇલ કૂલ્ડ સેટઅપ આપવામાં આવ્યું છે.

ફ્રેમ, વ્હીલ્સ અને એડજસ્ટેબલ સસ્પેન્શન
સીટની હાઈટ: આને નવા બોક્સ-સેક્શન સ્પાઇન ફ્રેમ પર બનાવવામાં આવી છે. આ બાઇકની સ્ટાન્ડર્ડ સીટની ઊંચાઈ 815 mm છે, જે Himalayan 450 (825 mm)ની તુલનામાં ઓછી છે, જેના કારણે ઓછી ઊંચાઈ ધરાવતા રાઇડર્સ માટે તેને ચલાવવી વધુ સરળ બને છે.
બ્રેક્સ અને વ્હીલ્સ: તેમાં 21-ઇંચના વ્હીલને બદલે 19-ઇંચનું ફ્રન્ટ વ્હીલ આપવામાં આવ્યું છે. બ્રેકિંગને વધુ સારી બનાવવા માટે, તેમાં સિંગલ ડિસ્કને બદલે ટ્વીન ફ્રન્ટ ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે.
ફુલી-એડજસ્ટેબલ સસ્પેન્શન: આ બાઇકમાં આગળ અને પાછળ બંને તરફ શોવા સસ્પેન્શન યુનિટ્સ આપવામાં આવ્યા છે. આગળ પ્રીલોડ, કમ્પ્રેશન અને રિબાઉન્ડ એડજસ્ટ સાથે 43mmના અપસાઇડ-ડાઉન (USD) ફોર્ક્સ અને પાછળ રિમોટ પ્રીલોડ એડજસ્ટર સાથે મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે.
રાઇડિંગ મોડ્સ અને હાઇટેક ફીચર્સ
ફીચર્સના મામલે, આ અત્યાર સુધીની સૌથી એડવાન્સ રોયલ એનફિલ્ડ બાઇક છે. તેમાં 6-એક્સિસ IMU આપવામાં આવ્યું છે, જે લીન-સેન્સિટિવ કોર્નરિંગ ABS અને ટ્રેક્શન કંટ્રોલ સંભાળે છે. આ બાઇકમાં 5 રાઇડિંગ મોડ્સ (રોડ, રોડ સ્પોર્ટ, રેઇન, ટ્રેલ અને કસ્ટમ) આપવામાં આવ્યા છે. ઓફ-રોડિંગ માટે, રિયર ABS અને ટ્રેક્શન કંટ્રોલ બંનેને બંધ કરી શકાય છે. તેમાં 4-ઇંચનું ગોળાકાર TFT ડિસ્પ્લે આપવામાં આવી છે, જે નેવિગેશન, મ્યૂઝિક અને કોલ્સને સપોર્ટ કરે છે.

આ ઉપરાંત, તેમાં ક્રૂઝ કંટ્રોલ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, બે USB ટાઇપ-C પોર્ટ્સ (27W અને 10W), 7-ઇંચના LED હેડલેમ્પ, ઓટો-કેન્સલિંગ ઇન્ડિકેટર્સ અને 4G કનેક્ટિવિટી અને GPS સપોર્ટવાળી વિંગમેન 2.0 સિસ્ટમ આપવામાં આવી છે.
કંપનીએ હિમાલયન 750ને કુલ 5 કલર વિકલ્પોમાં રજૂ કરી છે. તેમાં એલોય વ્હીલ્સ સાથે એઝ્ટેક ગ્રીન અને ટેક્ટોનિક બ્લે કલર ઉપલબ્ધ છે, જ્યારે વાયર-સ્પોક વ્હીલ્સ સાથે સાયબેરિયા વ્હાઇટ, વાઇકિંગ બ્રોન્ઝ અને એન્ટાર્કટિક સિલ્વર કલર મળે છે. ટોપ વેરિયન્ટ વેરિયન્ટ એન્ટાર્કટિક સિલ્વરમાં ગિવી પેનિયર્સ, ટોપ બોક્સ, હીટેડ ગ્રિપ્સ, હેન્ડ ગાર્ડ્સ અને એલ્યુમિનિયમ સમ્પ ગાર્ડ સ્ટાન્ડર્ડના રૂપમાં મળે છે.