fbpx

ભારતમાં 24 લાખ HIV-AIDS દર્દીઓને જીવતદાન મળી શકે છે, જાણો કેવી રીતે?

Spread the love

HIV- AIDSના દર્દીઓને રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે. વૈજ્ઞાનિકોએ એક એવી નવી ટેક્નોલોજી શોધી છે જેને લીધે ભારતના 24 લાખ HIV- AIDS દર્દીઓને જીવતદાન મળી શકે છે. કેન્સરની જેમ દુનિયભારમાં HIVના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના કહેવા મુજબ દુનિયામાં અત્યારે HIVના 4 કરોડ દર્દીઓ છે. જેમાંથી 24 લાખ જેટલાં ભારતમાં છે. HIVના બે તૃત્યાંશ જેટલા દર્દીઓ માત્ર દક્ષિણ આફ્રીકામાં છે.

નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેઓ Crisper Gene Editing દ્વારા HIVને કોષમાંથી કાઢવામાં અને તેને અલગ કરવામાં સફળ થયા છે. તેઓએ મોલેક્યુલર કાતર વડે DNAને મોલેક્યુલર સ્તરે કાપીને ચેપગ્રસ્ત ભાગોને અલગ કરવા માટે આ તકનીકનો ઉપયોગ કર્યો. આનાથી ભવિષ્યમાં અસાધ્ય Human immunodeficiency virus (HIV) નાબૂદ થવાની શક્યતા વધી ગઈ છે.

BBCના એક રિપોર્ટ અનુસાર, મેડિકલ સાયન્સ માટે આ એક મોટી ઉપલબ્ધિ છે, કારણ કે અત્યાર સુધી HIV માટે ઉપલબ્ધ દવાઓ તેને ફેલાતો અટકાવે છે, પરંતુ તેને શરીરમાંથી સંપૂર્ણ રીતે ખતમ કરી શકતી નથી. પ્રથમ વખત વૈજ્ઞાનિકોએ HIVને કોષમાંથી કાપી નાખ્યો છે અને અલગ કરવામાં અજાયબીઓ કરી છે.

એમ્સ્ટર્ડમ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ટીમનું કહેવું છે કે આ રીતે શરીરમાંથી HIV સંક્રમણને દૂર કરી શકાય છે. મેડીકલ કોન્ફરન્સમાં પોતાના સંશોધન અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે આ દિશામાં વધુ સંશોધનની જરૂર છે કે શું દર્દીને શરીરમાંથી ચેપગ્રસ્ત ભાગને દૂર કરીને HIVથી મુક્ત કરી શકાય છે. આ પદ્ધતિ કેટલી સલામત અને અસરકારક છે તે પણ શોધવું પડશે.

યુનિવર્સિટી ઓફ નોટિંગહામમાં સ્ટેમ સેલ અને જીન થેરાપી ટેક્નોલોજીના એસોસિયેટ પ્રોફેસર ડૉ. જેમ્સ ડિક્સન કહે છે કે આ સંશોધન પ્રયોગશાળામાં કોષો પર કરવામાં આવ્યું હતું. આ ટેકનોલોજી માનવ શરીરમાં કામ કરશે કે કેમ તે જાણવા માટે વધુ સંશોધનની જરૂર છે.

Crisper Gene Editing (જેને જીનોમ એડિટિંગ પણ કહેવાય છે) અમેરિકન વૈજ્ઞાનિક જેનિફર ડૌડના અને ફ્રેન્ચ વૈજ્ઞાનિક એમેન્યુઅલ ચાર્પેન્ટિયર દ્વારા શોધાયું હતું. આ માટે તેઓને સંયુક્ત રીતે 2020 માં રસાયણશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ટેકનીકથી DNAને બદલી શકાય છે. આ જીનોમના ચોક્કસ ભાગોમાં આનુવંશિક સામગ્રી ઉમેરવા, કાઢી નાખવા અથવા બદલવામાં મદદ કરે છે. આ ટેકનોલોજી જીનોમ સિક્વન્સમાં લક્ષિત હસ્તક્ષેપ શક્ય બનાવે છે. જનીન સંપાદન કૃષિ વૈજ્ઞાનિકોને જનીન ક્રમમાં વિશિષ્ટ લક્ષણોને સમાવિષ્ટ કરવા માટે જીનોમમાં ફેરફાર કરવાની મંજૂરી આપે છે.

આ ચેપ શરીરની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને જ્યારે તે ફેલાય છે, ત્યારે તે એઇડ્સમાં ફેરવાય છે.

error: Content is protected !!
%d bloggers like this: