fbpx

પ્રાંતિજ ના મજરા હાઈવે પાસે હાઇવા ટ્રકે ઉભી રહેલ કાર ને ટક્કર મારી

Spread the love

પ્રાંતિજ ના મજરા હાઈવે પાસે હાઇવા ટ્રકે ઉભી રહેલ કાર ને ટક્કર મારી
– કારને નુકસાન પહોચાડી પોતાની હાઇવા ટ્રક લઈ નાસી ગયો
– કાર માલિક દ્રારા હાઇવા ટ્રક નંબર ના આધારે પોલીસ ફરિયાદ કરી
– પોલીસે ગુનનોધી આગળની તપાસ હાથ ધરી
           

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના મજરા પાસે આવેલ હોટલ નજીક ઉભી રહેલ કારને ટક્કર મારી હાઇવા ચાલક પોતાનો ટ્રક લઈ ભાગી જતા પોલીસ ફરિયાદ થઈ


  અમદાવાદ હિંમતનગર નેશનલ હાઇવે ૪૮ પ્રાંતિજ ના મજરા નજીક આવેલ હોટલ પાસે હાઇવા ટ્રક નંબર GJ-17-XX-2908 નો ચાલક પોતાના કબ્જા ની હાઇવા ટ્રક પુરઝડપે અને બેદરકારી અને ગફલત ભરી રીતે હંકારી લઇ આવી રોડની સાઈડ મા ઉભેલ સ્વીફટ ડીઝાયર કાર GJ01WJ-9233 નો ડ્રાઇવર સાઇડ ના પાછળ ના દરવાજા ને ટક્કર મારી નુકસાન કરી પોતાની હાઇવા ટ્રક લઈ નાસી જતા કાર માલિક વિજય કુમાર ધિરજલાલ રાઠોડ ઉ.વર્ષ-૪૮ રાણીપ અમદાવાદ તા.જી.અમદાવાદ દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ટ્રક નંબર ના આધારે પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસી કલમ ૨૭૯ એમ.વી.એકટ ૧૭૭,૧૮૪,૧૩૪બી મુજબ ગુનોનોધી આગળની તપાસ હાથધરી હતી

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: