fbpx

પ્રાંતિજ રેલ્વેસ્ટેશન રોડ ઉપર ખુલ્લી ગેસ ની કુડી કોઇનો જીવલેશે

Spread the love

  હાલતો પથ્થર ના સહારે
પ્રાંતિજ રેલ્વેસ્ટેશન રોડ ઉપર ખુલ્લી ગેસ ની કુડી કોઇનો જીવલેશે
– અનેક લોકો પટકાયા રજુઆત બાદ પણ તંત્ર ગૌર નિદ્રામા
– હજારોની સંખ્યા મા બાળકો અવરજવર કરે છે
– સ્કુલો ,કોલેજો , તાલુકા સેવાસદન ,તાલુકા પંચાયત સહિત ની કચેરીઓ આ રોડ ઉપર આવેલ છે
           


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ રેલ્વેસ્ટેશન રોડ વળાંકમા આવેલ મસ્જિદ સામે છેલ્લા ત્રણ મહિનાથી ગેસ ની કુડી નું ઢાંકણુ ટુટી જવા છતાંય રજુઆત બાદ પણ જવાબદાર તંત્ર દ્રારા ઢાંકણુ ના નાખવામા આવતા વાહન ચાલકો સહિત રોજીદુ અવરજવર કરતા લોકો પરેશાન ત્યારે હાલ તો ખુલ્લી કુડી માત્ર પથ્થર ના સહારે જોવા મળી રહી છે ત્યારે મોટી જાનહાની થશે તો જવાબદાર કોન


       પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તારમા આવેલ મસ્જિદ સામે છેલ્લા ત્રણ મહિના થી પણ વધારે સમયથી રોડ વચ્ચો વચ આવેલ ગેસની કુડી નુ ઢાંકણુ ટુટી ગયુ છે અને આ ઢાંકણુ ટુટી જતા અનેક વાર લોકો કુડીમા પટકાયા હોવાનુ પણ સુત્રો દ્રારા જાણવા મલ્યુ છે તો આ વિસ્તાર મા ચાર થી પાંચ મોટી સ્કુલો , કોલેજો તથા તાલુકા સેવાસદન , તાલુકા પંચાયત સહિત વિવિધ સંસ્થાઓ પણ આવેલ છે અને હજારો ની સંખ્યામા વિધાર્થીઓ અહીંથી અવરજવર કરે છે ત્યારે હાલતો કુડી આગળ કોઇ જીવદયા પ્રેમી દ્રારા પથ્થર ના ટુકડા મુકી દેવામા આવ્યા છે અને હાલ આ ખુલ્લી કુડી જાણે કે પથ્થર ના સહારે હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે તો રજુઆત બાદ પણ જવાબદાર તંત્ર દ્રારા આ ઢાંકણા વગર ની ખુલ્લી કુડી સામે જોવામા આવતુ નથી અને કોઇ મોટી ધટના બને તેવી રાહ જોવાતી હોય તેવુ હાલતો સ્પષ્ટ પણે જણાઇ આવે છે ત્યારે આજ રોડ ઉપર થી દિવસ મા બે વાર તો પ્રાંતિજ-તલોદ પ્રાન્ત અધિકારી તથા પ્રાંતિજ મામલતદાર પ્રસાર થાય છે ત્યારે તેવો પણ ગાડી મા બેઠા બેઠા પણ એક નજર કરી આ ખુલ્લી કુડી ને ન્યાય અપાવે તો કોઇ નો જીવ બચી જશે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે હાલતો કુડી આગળ ખાલી પથ્થર મુકી દેવામા આવ્યા છે અને પથ્થર ના સહારે રહેલ કુડી નુ ઢાંકણુ નાખવામા આવશે કે હજુ પરિસ્થિતિ આમને આમ રહેશે એ તો હવે જોવુ રહ્યુ

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: