પ્રાંતિજ ખાતે મુસ્લિમ બિરાદરો દ્રારા તૈયાર કરાયેલા તાજિયા નિકળ્યા
– ધારાસભ્ય ગજેન્દ્રસિંહપરમાર , રઇશભાઇ કસ્બાતી સહિત હિન્દુ-મુસ્લિમ સમાજ ના આગેવાન ઉપસ્થિત રહ્યા
– પઠાણવાડા તથા બારકોટ તાજીયા કસ્બા કમિટી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
– હિન્દુ મુસ્લીમ સહિત હજારો ની સંખ્યા લોકો જોડાયા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે બારકોટ અને પઠાણવાડા માંથી મુસ્લિમ બિરાદરો દ્રારા તૈયાર કરાયેલા તાજિયા મોહરમ પર્વ નિમિત્તે નીકળ્યા હતા જેમાં પ્રાંતિજ મેનબજાર માં થઈને વિવિધ વિસ્તારોમાંથી પ્રસાર થઇ નિયત કરેલ જગ્યાએ તાજિયા ઉભા રાખવામાં આવ્યા હતાં
ઇસ્લામ ધર્મના મહાન પયંગબર મોહમંદ સાહેબ ના દોહિત્ર ઇમામ હુસેન તથા 72 સાથીદારો શહાદત ની યાદગીરી માં મુસ્લિમ સમાજ ના વિસ્તારોમાં તાજિયા કમિટીઓ દ્રારા તાજિયા બનાવડાવી નવ અને દશમાં દિવસે મહોરમ ના દિવસે પ્રાંતિજ ના બજારમાં તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ-હિન્દુઓ સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતાં તો પોતાની બાધા-આખડીઓપૂર્ણ કરેલી જયારે આજુબાજુના ગામડાઓમાંથી પણ જુલુસ જોવા ગ્રામજનો ઉમટી પડયા હતાં તો જુલુસ સાથે રફાઇના વિવિધ પ્રકાર ના કરતબો રજુ કરવામાં આવ્યાં હતાં તો પ્રાંતિજ પીઆઈ આર.આર.દેસાઇ દ્રારા શંકાશીલ વિસ્તાર અને જુલુસ નિકળવાના સ્થળો ઉપર ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તો આ પ્રસંગે પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , રઇશભાઇ કસ્બાતી , નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ નિરવભાઇ પરીખ , પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ પરમાર , પૂર્વ પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ સહિત હિન્દુ-મુસ્લિમ સમાજ ના આગેવાનો ગામના અગ્રણીઓ વેપારીઓ વગેરેએ ઉપસ્થિત રહ્યા હતાં જયારે પઠાણવાડા તાજીયા કસ્બા કમિટી ના સભ્યો દ્રારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
જીલ રાવલ પ્રાંતિજ