પ્રાંતિજના બોભા ગામે આત્મા પ્રોજેક્ટ ધ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ ધ્વારા પ્રાંતિજ તાલુકાના બોભા ગામ ખાતે પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રાંતિજ ના બોભા ગામે આત્મા પ્રોજેક્ટ દ્રારા અગ્રણી હિતેન્દ્રભાઇ પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે ઉંડાણપુર્વક જ્ઞાન પુરૂ પાડ્યું હતુ દરેક ખેડૂતમિત્રોને પોતાની ખેતીમાં નાના એવા ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા ખાસ અનુરોધ કર્યો હતો ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર એમ.ડી પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના તમામ આયામોની સવિશેષ માહિતી પુરી પાડી હતી બાગાયત અધિકારી મોહિતભાઈ આચાર્ય ધ્વારા સરકારની ખેડૂતો ઉપયોગી નવિન યોજના ગ્રો મોર ફ્રુટ ક્રોપ અંતર્ગત હાલમાં આઈ-ખેડૂત પોર્ટલ ઉપર અરજીઓ ચાલુ હોઈ મહત્તમ ખેડૂતોને તેનો લાભ લેવા અને પ્રાકૃતિક ખેત પધ્ધતિથી વિષમુક્ત આહાર આરોગવા અર્થે જણાવ્યુ હતું ઝોન સંયોજક સમીરભાઈ પટેલ ધ્વારા જળ,જમીન,પર્યાવરણ તેમજ માનવ સ્વાસ્થ્ય ઉપર થતા લાભા લાભ અંગેની ખુબ જ સુંદર માહિતી પુરી પાડી હતી હસમુખભાઈ પટેલ,જિલ્લા સંયોજક ,પ્રાકૃતિક ખેતી,સાબરકાંઠા દ્રારા પોતે પોતાના ખેતર ઉપર તૈયાર કરેલ પંચસ્તરીય મોડલ ફાર્મ અને તેના લાભ અંગે માહિતી પુરી પાડી હતી આ કાર્યક્રમમાં બળદેવભાઈ પટેલ , સંયોજક , પ્રાકૃતિક ખેતી અને શિવસિંહ મકવાણા,સહ સંયોજક ,પ્રાકૃતિક ખેતી,પ્રાંતિજ તાલુકાએ પોતાની ખેતીના અનુભવો ખેડૂતો સમક્ષ રજુ કર્યા હતા કાર્યક્રમ બાદ ધડકણ ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત બળદેવભાઈ પટેલના જામફળ અને શાકભાજી પાકોના પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લેવામાં આવી હતી
જીલ રાવલ પ્રાંતિજ