fbpx

પ્રાંતિજ ના સાંપડ મહાકાલી મંદિર ખાતે ગુરૂ પૂર્ણિમા ને હજારો ની સંખ્યામા માઇ ભકતો ઉમટી પડયા  .

Spread the love

પ્રાંતિજ ના સાંપડ મહાકાલી મંદિર ખાતે ગુરૂ પૂર્ણિમા ને હજારો ની સંખ્યામા માઇ ભકતો ઉમટી પડયા  
– આજ ના દિવસે મહાકાલી માતા ના દર્શન કરી ધન્યતા અનુભવી  
– મંદિર ખાતે સવારથીજ માઇ ભકતો ની લાઈનો લાગી  
– દર્શન કરી સુખડી નો પ્રસાદ ધરાવ્યો  
                       


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સાંપડ ખાતે આજે ગુરૂ પૂર્ણિમા ને લઈ ને હજારો ની સંખ્યામા માઇ ભક્તો ની શ્રી મહાકાલી મંદિર ખાતે ભારે ભીડ જોવા મળી હતી


   અષાઢ સુદ પુનમ ના પવિત્ર દિવસે ગુરૂ પૂર્ણિમા નુ મહત્વ અનેરૂ છે જેને લઈ યાત્રાધામ સાંપડ મુકામે આવેલ શ્રી મહાકાલી માતાના મંદિર ખાતે આજે વહેલી સવારથીજ માઇ ભકતો દર્શનાર્થે ઉમટી પડયા હતા તો માતાજી ના દર્શન કરતા નજરે પડયા હતા અને માતાજી ને સુખડીનો પ્રસાદ ધરાવીને માઇ ભક્તો શ્રધ્ધા પૂર્વક દર્શન કરતા નજરે પડયા હતા તો દર પૂનમ ના દિવસે હજારોની સંખ્યામા દુરદુર થી શ્રધ્ધાળુઓ આવે છે અને શ્રધ્ધા પૂર્વક દર્શન કરી પૂજા અર્ચના કરેછે તો તેમની મનોકામના પૂર્ણ થતી હોવાના અનેક દાખલા પ્રચલિત બન્યા છે તો દાતાઓ ના સહયોગ થી દર પૂનમે માઇ ભક્તો માટે પ્રસાદ સ્વરૂપે ભોજન ની સુંદર વ્યવસ્થા કરવામા આવે છે અને અહી આવતા માઇ ભકતો પ્રસાદ સ્વરૂપે ભોજન લઈ ને ધન્યતા અનુભવે છે  

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!