fbpx

પ્રાંતિજ ખાતે નાખવામા આવેલ પાણીની નવી લાઇન મા પાણી આવે તે પહેલાજ ભંગાણ

Spread the love

પ્રાંતિજ ખાતે નાખવામા આવેલ પાણીની નવી લાઇન મા પાણી આવે તે પહેલાજ ભંગાણ
 – કોન્ટ્રાક્ટર દ્રારા થોડુક ખોદવાની આળસ માં રોડ ઉપર પાઇપ નાંખી
– ચાર જેટલા બેડ આવતા રહીશોને પાણી ફોર્સ નહી મળે
– કોન્ટ્રાક્ટરની લાલીયા વાડી સામે આવી
– હલકી ગુણવત્તા વાળી પીવીસી પાઈપ બેડ હોવાની ચર્ચાઓએ જોર પકડયુ
– પ્રાંતિજ મા સવાનવ કિલોમીટર ની અંદર નવી પાઇપ લાઇન નાંખવામા આવી રહી છે
– ૪ કરોડ ૪૨ લાખ ના ખર્ચે પાણી નવી નખાશે

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે નવી નાખવામા આવેલ પાણીની લાઈનમા પાણી આવેતે પહેલાંજ ભંગાણ પડવાના શ્રી ગણેશ  નાંખવામા આવેલ પીવીસી પાઈપ લાઈન ઉપર ઉઠયા અનેક સવાલો  પ્રાંતિજ પાલિકા દ્રારા નાખવામા આવેલ પાઇપ ની નિષ્પક્ષ પણે તપાસ કરી ધટતી કાર્યવાહી કરવામા આવે તેવી માંગ ઉઠી


  પ્રાંતિજ ખાતે સરકાર ની અટલ મિશન ફોર રીજવેશન અને અર્બન ટ્રાન્સમિશન દ્રારા ૪ કરોડ ૪૨ લાખ ના ખર્ચે ડીવાઇ પાઇપ તથા પીવીસી પાઈપ છ કેજી ની પ્રાંતિજ નગરમા સવાનવ કિલોમીટર ની અંદર પાઇપ લાઇન નાખવાનુ કામ ચાલુ છે જ્યારે નગરજનોને શુધ્ધ પીવાનુ પાણી મળી રહે તે માટે પ્રાંતિજ નગરમા પીવાના પાણીની પાઈપ લાઈન નાખવાનુ કામ ચાલી રહ્યુ છે અને આ કામ પાલનપુર ખાતે આવેલ ઉમીયા બિલ્ડર્સ ચેતનભાઇ પટેલ કોન્ટ્રાક્ટર દ્રારા જાણે કૂતરા પાછળ પડયા હોય તેમ જેમ ફાવે તેમ ખોદકામ કરી ઉચા નીચુ લેવલ જોયા વગર પાણી ની લાઈન તાત્કાલિક ખોદકામ કરી પાણી ની પાઇપ લાઇન નાખી દેવામા આવી છે તો પ્રાંતિજ એપ્રોચરોડ માતુછાયા સોસાયટી સામે એસ.ટી ડેપો પાસે નાખવામા આવેલ પાઇપ લાઇન દરમ્યાન રોડ ની સાઈડ મા ખોદકામ કરવાનુ કોન્ટ્રાક્ટર ને જોર આવતા ચાર બેડ મારવામા આવ્યા છે અને બેડ દ્રારા પાઇપ ઉચી લઇ ને જોઇટ આપવામા આવ્યો છે અને રોડ ઉપર પીવીસી પાઈપ રામ ભરોસે મુકી તેની ઉપર આરસેસી માલ નાંખી પાઇપ સતાડવામા આવી હતી પણ પાપ જાણે છાપરે ચડી ને પોકાર તુ હોય તેમ પાણી ચાલુ થાય તે પહેલાજ પાઇપ ના બેડમા ભંગાણ પડયુ છે ત્યારે હજુ તો પાઇપ લાઇન નુ કામ હજુ બાકી છે અને પાઇપ લાઇન મા ભંગાણ પડવાનુ ચાલુ થઈ ગયુ છે ત્યારે જો પાઇપ લાઇન મા પાણી ચાલુ કરવામા આવશે ત્યારે હજુ કેટલા ભંગાણ પડશે એ તો હવે જોવુ રહ્યુ ત્યારે હાલતો રોડ ઉપર નાખેલ પાઇપ લાઇન મા વગર પાણી આવે ભંગાણ દેખાઈ છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્રારા નાંખવામા આવેલ પીવીસી પાઈપ બેડ ઉપર પણ હાલતો સવાલો ઉઠયા છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે પાલિકા દ્રારા આ નાંખવામા આવેલ પાઇપ લાઇન ની તપાસ થશે કે પછી કમિશન વાળી થશે એ તો આવનાર દિવસોમાં જ ખબર પડશે ત્યારે હાલતો પાણી પહેલા પાણી ની પાઇપ લાઇન મા ભંગાણ પડવાના શ્રી ગણેશ થઈ ગયા છે પાણી ચાલુ કરાતા શુ થશે એ તો સમય આવે ત્યારે ખબર પડશે ?

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!