fbpx

પ્રાંતિજ ના સાદોલીયા ખાતે મહિલાએ ગાળો બોલવાની ના પાડતા મારમાર્યો

Spread the love

પ્રાંતિજ ના સાદોલીયા ખાતે મહિલાએ ગાળો બોલવાની ના પાડતા મારમાર્યો
– લાકડી મારી ગડદાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
– મહિલા ના પતિ દ્રારા ચાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
             

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સાદોલીયા ખાતે મહિલા ને લાકડી મારી ગડદાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા મહિલાના પતિ દ્રારા ચાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી


  પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના સાદોલીયા ખાતે રહેતા ચંદનસિંહ પરબતસિંહ રાઠોડ ના પત્ની સોનલબેન ને સપનાબેન પ્રવિણસિંહ રાઠોડ ગાળો બોલતા હોઇ સોનલબેન ગાળો બોલવાની ના પાડતા સપનાબેન ના પતિ એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડી લઈ આવી સોનલબેન ના માથા ના ભાગે લાકડી મારી ઇજા પહોંચાડી હતી અને સપનાબેન રાઠોડ તથા ટીનુસિંહ દિપસિંહ રાઠોડ તથા વિશાલસિંહ કાળુસિંહ રાઠોડ , પ્રવિણસિંહ રાઠોડ નુ ઉપરાડુ લઈ આવી સોનલબેન ને કહેલ કે તુ કેમ ઝધડો કરે છે તેમ કહી ગડદાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ગુન્હો કરી એકબીજા ની મદદત કરી જિલ્લા કલેક્ટર ના જાહેરનામાનો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ઇજાગ્રસ્ત સોનલબેન ના પતિ ચંદનસિંહ પરબતસિંહ રાઠોડ રહે.સાદોલીયા , રાઠોડ વાસ , તા.પ્રાંતિજ, જિ.સાબરકાંઠા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે સપનાબેન પ્રવિણસિંહ રાઠોડ , પ્રવિણસિંહ દિપસિંહ રાઠોડ , ટીનુસિંહ દિપસિંહ રાઠોડ , વિશાલસિંહ કાળુસિંહ રાઠોડ તમામ રહે.સાદોલીયા તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા ચારેય  વિરૂધ્ધ આઇપીસી કલમ-૧૧૮(૧) ,૧૫૫ (૧) , ૨૯૬ (બી) , ૩૫૧ (૨) , ૫૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનોનોધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ ઇશ્વરભાઇ માવજીભાઇ દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!