fbpx

પ્રાંતિજના અમરાપુરના શિક્ષક ગુમથતા પોલીસને જાણ કરવામા આવી

Spread the love

પોશીના ના લીબડીયા હિમતી નવાધરા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે

પ્રાંતિજના અમરાપુરના શિક્ષક ગુમથતા પોલીસને જાણ કરવામા આવી
– પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા જાણવાજોગ પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ ના સીટી સેન્ટર આગળથી ગુમ થયા
– ધરે થી કાર લઈને ડીઝલ લેવા નિકળ્યા હતા
– મોડીરાત્રે તથા સવાર સુધી ધરે ના આવતા પરિવાર તથા ગ્રામજનો દ્રારા શોધખોળ હાથધરી હતી
– સીટી સેન્ટર આગળ તેવો કાર પાર્ક કરેલી મળી આવી
– કાર મા શિક્ષક નો મોબાઇલ પણ મળી આવ્યો
       


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના અમરાપુર ના શિક્ષક ગુમથતા પરિવાર તથા ગ્રામજનો દ્રારા શોધખોળ બાદ કોઇ ભાર ના મલતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા શિક્ષક ગુમ થયાની જાણવાજોગ પોલીસ ફરિયાદ કરી



 મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના અમરાપુર ખાતે રહેતા ભગતસિંહ જસવંત સિંહ ઝાલા ઉ.વર્ષ-૪૫ કે જેવો પોતે શિક્ષક છે અને તેવો અરવલ્લી જિલ્લા પોશીના તાલુકાના લીબડીયા હિમતી નવાધરા ખાતે શિક્ષક તરીકે પોતે ફરજ બજાવે છે અને તેવો અમરાપુર પોતાના ધરેથી મંગળવાર ની રાત્રીના નવ કલાકે પોતાની સિફટ કાર નંબર-GJ09BH6416 લઈ ને ધરે થી ડીઝલ લેવા જઉ છું કહીને નિકળ્યા હતા અને મોડી રાત્રીએ તથા સવાર સુધી ધરે ના આવતા પરિવાર ના લોકો મા ચિંનતા થયા પરિવાર ના લોકો કુટુંબીજનો તથા ગ્રામજનો દ્રારા બુધવાર ની સવાર થીજ તેવો ની શોધખોળ હાથધરી હતી જે દરમ્યાન તેવોની સિફટ કાર પ્રાંતિજ શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ સામે આવેલ સીટી સેન્ટર કોમ્પલેક્ષ આગળ મળી આવી હતી અને કાર ખુલ્લી હોવાનુ તથા કાર મા તેવોનો મોબાઇલ પણ મળી આવ્યો હોવાનુ સુત્રો દ્રારા જાણવા મલ્યુ હતુ તો પરિવાર ના સભ્યો દ્રારા આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા કરતા અમરાપુર ના બીટ જમાદાર અમૃતભાઈ એ જાણવાજોગ પોલીસ ફરિયાદ લઇ સ્થળ ઉપર જઈ ને આગળની તપાસ હાથ ધરી હતી અને ગુમ થયેલ શિક્ષક ની કાર પ્રાંતિજ સીટી સેન્ટર કોમ્પલેક્ષ આગળ થી મળી આવતા ત્યા આવેલ આજુબાજુના સીસીટીવી ફુટેજ તથા કારમાંથી મળી આવેલ મોબાઇલ ના આધારે પ્રાંતિજ પોલીસ દ્રારા હાલતો તપાસ હાથ ધરવામા આવી છે ત્યારે હાલતો ધરે થી ડીઝલ લેવા ગયેલ શિક્ષક અચાનક પ્રાંતિજ  સીટી સેન્ટર કોમ્પલેક્ષ આગળ થી કાર મુકીને ગુમથતા પરિવાર સગાસંબંધીઓ સહિત ગામ ના લોકોમા ચિનતા જોવા મળી રહી છે તો ગુમ થયેલ શિક્ષક ત્રણ બાળકો છે જેમા બે દિકરીઓ તથા એક દિકરો છે ત્યારે પ્રાંતિજ પોલીસ દ્રારા હાલતો ગુમ થયેલ શિક્ષક ની શોધખોળ હાથ ધરવામા આવી છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!