fbpx

પ્રાંતિજ સહિત તાલુકામા લાંબા વિરામ બાદ વરસાદ

Spread the love

દિવસ દરમ્યાન ઝરમર-ઝરમર પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો

પ્રાંતિજ સહિત તાલુકામા લાંબા વિરામ બાદ વરસાદ

– અસહ્ય ગરમી-ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણ મા ઠંડક પ્રસરી
– કાચુ સોનુ વરસતા સુકાતા પાકોને નવુ જીવન દાન મલ્યુ
– સવારથી પડી રહેલ ઝરમર ઝરમર વરસાદ ને લઈ ને જનજીવન ઉપર અસર જોવા મલી
– અત્યાર સુધીમા સાબરકાંઠા જિલ્લામા વધુ વરસાદ પ્રાંતિજ મા ૩૬૫ એમએમ વરસાદ ખાબકયો
           


સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામા લાંબા વિરામ બાદ મેધમહેર થતા નગરજનો સહિત ધરતી પુત્રો મા ખુશી જોવા મલી હતી તો કાચુ સોનુ વરસતા સુકાતા વિવિધ પાકોને નવુ જીવન દાન મળશે


પ્રાંતિજ સહિત તાલુકા મા લાંબા વિરામ બાદ મેઘરાજા નુ આગમન થતા નગરજનો તથા ધરતીપુત્રો મા ખુશીનો માહોલ જોવા મલ્યો હતો તો વહેલી સવારથીજ રીંમઝીમ વરસી રહેલ વરસાદ ને લઈ ને જનજીવન ઉપર  પણ અસર જોવા મળી હતી તો આકાશ માંથી કાચુ સોનુ વરસતા હાલતો સુકાતા  પાક કપાસ , એરંડા તથા ડાંગર સહિત ના વિવિધ પાકો ને નવુ જીવન દાન મલ્યુ છે તો અસહ્ય ગરમી ઉકળાટ વચ્ચે વરસાદ પડતા વાતાવરણ મા પાણ ઠંડક પ્રસરી જવા પામી હતી તો નગરજનોને પણ ગરમીમા રાહત થઈ હતી તો લાંબા વિરામ બાદ મેધરાજા નુ આગમન થતા હાલતો ખેડૂતો સહિત નગરજનો મા આનંદ છવાયો હતો જયારે દિવસ દરમ્યાન ઝરમર-ઝરમર વરસી રહેલ વરસાદ પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો તો પ્રાંતિજ મા મોસમ નો કુલ વરસાદ ૩૬૫ એમએમ એટલે કે ૧૪ ઇંચ જેટલો વરસાદ પડયો છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!