fbpx

ભંગારના વેપારીએ કચરો વેચીને 50 લાખથી વધુની કમાણી કરી અને ફ્લેટ ખરીદ્યો

Spread the love

સિડનીના કચરાના ઢગલામાંથી એક વ્યક્તિએ એવું અદભુત કામ કર્યું, જેના કારણે તે અમીર બની ગયો. ગયા વર્ષે જ, 30 વર્ષીય લિયોનાર્ડો અર્બોનોએ કચરામાંથી વસ્તુઓ ભેગી કરીને અને તેમાં છુપાયેલ ખજાનો શોધીને 1,00,000 ઓસ્ટ્રેલિયન ડૉલર (આશરે રૂ. 56.20 લાખ) કમાયા હતા. દરરોજ સવારે લિયોનાર્ડો તેની સાયકલ અથવા કાર લઈને સિડનીની શેરીઓમાં નકામો કચરો શોધવા નીકળી પડે છે, જ્યાં તે કાઢી નાખવામાં આવેલી વસ્તુઓમાંથી કંઈક ને કંઇક વસ્તુ શોધી કાઢે છે. ઑસ્ટ્રેલિયામાં, સ્થાનિક કાઉન્સિલ વર્ષમાં ઘણી વખત મફત કચરો એકત્ર કરવાની સેવાઓ પ્રદાન કરે છે. જેના કારણે લોકો મોટાભાગે ફર્નિચર અને ઇલેક્ટ્રિકલ વસ્તુઓ જેવી મોટી વસ્તુઓ ફેંકી દે છે.

લિયોનાર્ડોને ઘણીવાર ફેન્ડી બેગ, કોફી મશીન, સોનાના ઘરેણાં અને રોકડના બંડલ પણ આવા કચરાના  ઢગલામાંથી મળતા હતા. લિયોનાર્ડોએ મીડિયા સૂત્રોને જણાવ્યું કે, ‘જ્યારે લોકોને નવું ગેજેટ જોઈએ છે, ત્યારે તેઓ નવું ખરીદે છે અને જૂનાને ફેંકી દે છે, પછી ભલે ફક્ત બેટરી જ થોડી ખરાબ થઇ ગઈ હોય.’ તેમણે વધુમાં સમજાવ્યું કે, ઘણી વસ્તુઓને માત્ર થોડી સફાઈ અથવા નાના સમારકામની જરૂર હોય છે અને પછી તેને વેચી શકાય છે. લિયોનાર્ડો રસ્તાના કિનારે મળેલી વસ્તુઓ તેના ફ્લેટમાં લાવે છે. ત્યાં તેઓ અમુક વસ્તુઓ પોતાના માટે રાખે છે અથવા કોઈને આપી દે છે અને બાકીની વસ્તુઓ ફેસબુક માર્કેટપ્લેસ જેવી ઓનલાઈન વેબસાઈટ પર વેચી દે છે.

જગ્યાના અભાવને કારણે, તેઓ એક-બે અઠવાડિયામાં બધું વેચવાનો પ્રયાસ કરે છે. જો કોઈ વસ્તુ વેચાતી નથી, તો તેઓ તેને નવી વસ્તુઓ મુકવા માટે જગ્યા બનાવવા બીજા કોઈને આપી દે છે. તાજેતરમાં જ તેણે લગભગ 200 ડૉલરમાં એક નાની ફેન્ડી બેગ વેચી. લક્ઝરી સામાનની અધિકૃતતા ચકાસવા માટે, લિયોનાર્ડો એન્ટ્રોપી જેવી વેબસાઈટ પર સીરીયલ નંબર તપાસે છે અને એવા મિત્રોની સલાહ લે છે કે, જેઓ પોતે આવો સામાન વેચે છે.

હવે આ ડસ્ટબિનમાંથી ખજાનો શોધવામાં અન્ય લોકો પણ લિયોનાર્ડો સાથે જોડાવા લાગ્યા છે. ગયા વર્ષે, તેમને ડસ્ટબિનમાંથી ઘણી આશ્ચર્યજનક વસ્તુઓ મળી હતી, જેમાં 50થી વધુ TV, 30 ફ્રિજ, 20થી વધુ વોશિંગ મશીન, 50 કોમ્પ્યુટર/લેપટોપ, 15 જેટલા સોફા, 50 વેક્યૂમ ક્લીનર્સ, 150થી વધુ પોટ્સ અને છોડનો સમાવેશ થાય છે. 100થી વધુ લેમ્પ્સ અને ડેકોરેટિવ પેઈન્ટિંગ્સ અને રૂ. 63,000 (લગભગ 849 ડૉલર) રોકડ સામેલ હતા. તે છેલ્લા ચાર વર્ષથી ડસ્ટબીનમાંથી વસ્તુઓ શોધે છે અને આ કમાણીથી તે પોતાનું ભાડું ચૂકવે છે અને પોતાના ઘર ખર્ચને મફતમાં ચલાવતો હોય છે.

તેમની સૌથી વિશેષ સંપત્તિઓમાંની એક એ બે વખતના આર્ચીબાલ્ડ પ્રાઈઝ ફાઇનલિસ્ટ ડાપેંગ લિયુનું એક ચિત્ર હતું, જેનું મૂલ્ય 3,000 ડૉલર હતું. આ ઉપરાંત, તેને એક જૂનું અંગ્રેજી સેન્ટરપીસ અને 400 ડૉલરની કિંમતનું ઇટાલિયન કોફી મશીન પણ મળ્યું. વધુમાં કહીએ તો, વર્ષોથી તેને સફાઈ કરવાના સમાન ખરીદવાની જરૂર જ નહોતી પડી, કારણ કે તે લોકો ઘરો ખાલી કરતી વખતે અડધી-પૂરી માત્રામાં ડિટર્જન્ટ ફેંકી દેતા તે શોધતો રહેતો હતો. લિયોનાર્ડોએ કહ્યું, ‘તેથી ઘણા વર્ષો સુધી મને 30 ટકાથી 40 ટકા સુધી ભરેલા કપડાં ધોવાના પાવડરના પેકેટ મળી રહ્યા હતા, જેને હું ઘરે લઇ આવતો હતો.’

error: Content is protected !!