fbpx

અમુલ-સુમુલ દૂધનું પણ ATM મશીન, વેન્ડિંગ મશીનનું ઉદ્ધાટન

Spread the love

27 જુલાઈ, 2024ના રોજ સુમુલ ડેરીના કેમ્પસમાં માસ્ટર શેફ પાસે આવેલ પાર્લર ખાતે અમુલ-સુમુલ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ વેન્ડીંગ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ, વાઇસ ચેરમેન રાજુ પાઠક, સુમુલ ડેરી નિયામક મંડળના સભ્યોઓ, સુમુલ ડેરીના એમડી અરુણ પુરોહિત, તેમજ સુમુલ ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓ આ ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા.

સુરત શહેરના માનવંતા ગ્રાહકોને અમુલ – સુમુલ દૂધ અને દૂધની બનાવટો 24 કલાક (24×7) મળી રહે તે હેતુથી ઓટોમેટીક મિલ્ક વેન્ડિંગ મશીન અને મિલ્ક પ્રોડક્ટ વેન્ડિંગ મશીન એમ 2 વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યા છે. જેમાં અમુલ-સુમુલ બ્રાન્ડના દૂધ, છાસ, દહીં, લસ્સી, મીઠાઈ જેવી અમુલ અને સુમુલ પ્રોડક્ટ્સ મળી રહેશે. અમુલ-સુમુલ મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ વેન્ડિંગ મશીન ફુલ્લિ ઓટોમેટીક છે, તેમજ જેમાં પેમેન્ટ પણ ડિજિટલ/ UPI થી થતું હોય, જે ગ્રાહકોને Any Time Milk ઉપલબ્ધ કરાવશે.

error: Content is protected !!