fbpx

દ્વારકામાં પૂરમાં બચી ગયેલા સુરતના ઉદ્યોગપતિની એ 45 મિનિટની આખી ઘટના જાણો

Spread the love

સુરતની જાણીતી રિઅલ એસ્ટેટ ડેવલપર કંપની હિંદવા ગ્રુપના કેયુર ખેની તાજેતરમાં દ્વારકાના પૂરમાં મર્સિડીઝ કારમાં ફસાયા હતા, તેમની સાથે ડ્રાઇવર પણ હતો બંનેનો આબાદ બચાવ થયો છે. અમે કેયુર ખેની સાથે વાત કરીને એ મિનિટની આખી ઘટનાની જાણકારી મેળવી છે.

કેયુર ખેની જામભંભાળિયા મર્સિડીઝ કારમાં ડ્રાઇવર સાથે ગયા હતા, બીજા દિવસે બપોરે તેઓ સુરત આવવા નિકળ્યા હતા. તેઓ દ્વારકા મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હતા. તે વખતે વાતાવરણ કોરું હતું, પરંતુ આગળ વધ્યા ત્યાં વાતાવરણ પલટાયું અને વરસાદ શરૂ થયો. જ્યારે ભાઠેના ગામ પહોંચ્યા ત્યારે અચાનક પુરજોશમાં પાણી આવ્યું અને તેમની કાર હડસેલાઇ ગઇ. કેયુર ખેનીએ સમયસૂકતા વાપરીને કારની વિન્ડોઝ ખોલી નાંખી અને કારમાંથી ઉતરી ગયા. નજીકમાં એક બાવડના ઝાડને તેમણે પકડી લીધું. તેમના ડ્રાઇવરને પણ ઝાડનો સપોર્ટ મળ્યો.સદનસીબે તેમની પાસે મોબાઇલ ચાલું કન્ડીશનમા હતો એટલે તેમણે તેમના કઝીન મુકેશ પટેલને વાત કરી અને લાઇવ લોકેશન મોકલી આપ્યું.

મુકેશ પટેલે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીને વાત કરી અને થોડી જ વારમાં NDRFની ટીમે પહોંચીને કેયુર ખેની અને ડ્રાઇવર બંનેને સહીસલામત બહાર કાઢી લીધા હતા. કેયુર ખેનીએ કહ્યું કે, સામે જ મોત દેખાયું હતું, પરંતુ માતા-પિતાના પૂણ્યોને કારણે અને ભગવાનની મહેરબાનીને કારણે બચી ગયો.

error: Content is protected !!