fbpx

વિધાનસભાની ચૂંટણી અગાઉ અજીતને ઝટકો? NCP છોડીને શરદના પક્ષમાં જઇ શકે છે આ નેતા

Spread the love

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અગાઉ NCP (અજીત પવાર) ગ્રુપને વધુ એક ઝટકો લાગી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે NCPના મોટા મુસ્લિમ ચહેરાઓમાંથી એક બાબાજાની દૂર્રાની જલદી જ શરદ પવાર ગ્રુપમાં સામેલ થઇ શકે છે. તેમણે (બાબાજાની) શુક્રવારે સાંજે સંભાજીનગરની મુલાકાત દરમિયાન શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. શરદ પવાર સાથે મુલાકાત દરમિયાન બાબાજાનીએ NCPના ઘણા મોટા નેતાઓ અજીત પવારથી નારાજ હોવાનો દાવો કર્યો છે. બાબાજાની દૂર્રાની આ સમયે અજીત પવાર ગ્રુપના પરભણી જિલ્લાના અધ્યક્ષ છે અને વિધાન પરિષદના સભ્ય છે અને તેમનો કાર્યકાળ થોડા દિવસ બાદ સમાપ્ત થઇ જશે.

તો સંભાજીનગરમાં મરાઠા સમુદાયના લોકોએ શરદ પવાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓએ રામા હૉટલમાં નારા લગાવ્યા જ્યાં પવાર રોકાયા છે. પ્રદર્શનકારી શરદ પવારને મળવાની માગ કરી રહ્યા હતા. તેઓ ઇચ્છે છે કે પવાર મરાઠા અનામત પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરે. મરાઠા પ્રદર્શનકારીઓએ શરદ પવાર સાથે મુલાકાત ન થવા પર જોરદાર વિરોધ પ્રદર્શનની ચીમકી આપી. હોટલ રામા ઇન્ટરનેશનલમાં હોબાળા બાદ મરાઠા સમુદાયના લોકોએ મરાઠા અનામત માટે શરદ પવારને આવેદન આપ્યું.

એ સિવાય નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નેતૃત્વવાળા NCP ગ્રુપના MLC અને વરિષ્ઠ નેતા દૂર્રાનીએ આજે સવારે શરદ પવાર સાથે મુલાકાત કરી અને તેઓ પોતાના વફાદારો સાથે શરદ પવારના નેતૃત્વવાળી NCP(SP)માં સામેલ થાય તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે 26 નવેમ્બરે સમાપ્ત થઇ જશે.  ઓક્ટોબર-નવેમ્બરમાં અહીની 288 વિધાનસભાની સીટો માટે ચૂંટણી થશે. જેને લઇને સત્તાધારી મહાયુતિ અને મહાવિકાસ અઘાડીએ પોત પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

હાલમાં જ સંપન્ન વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 સીટો માટે ભાજપ, શિવસેના (શિંદે ગ્રુપ) અને અજીત પવારની NCPએ મળીને ચૂંટણી જીતી હતી. જો કે, 2019ની તુલનામાં આ વખત મહારાષ્ટ્રમાં NDAને ખૂબ નુકસાન થયું છે. ત્રણેય પાર્ટીઓ મળીને માત્ર 19 સીટો જ જીતી શકી. તેમાં ભાજપ અને શિવસેના (શિંદે ગ્રુપ)એ 9-9 અને અજીત પવારની NCPએ 1 સીટ જીતી હતી. બીજી તરફ INDIA ગઠબંધને 28 સીટો જીતી. કોંગ્રેસે 13, શરદ પવારની NCPએ 8 અને શિવસેના (ઠાકરે ગ્રુપ)એ 7 સીટો જીતી. એક સીટ પર અપક્ષ ઉમેદવારે જીત હાંસલ કરી છે.

error: Content is protected !!