કેપિટલ માર્કેટ રેગ્યુલેટર SEBIએ ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા પર દેશના સિક્યોરિટી બજારો કે તેની સાથે જોડાયેલી કોઇ પણ કંપનીમાં બિઝનેસ કરવા પર 3 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. માલ્યા આ સમયે બ્રિટનમાં રહે છે અને સરકાર તેના પ્રત્યર્પણના પ્રયાસોમાં લાગી છે. માલ્યાની આ સમયે કિંગફિશર બીયર બનાવનારી કંપની યુનાઇટેડ બ્રેવરીજમાં 8.1 ટકા અને યુનાઇટેડ સ્પિરિટ્સમાં 0.01 ટકા ભાગીદારી છે. એ સિવાય તેની પાસે મ્યુચ્યુઅલ ફંડ્સની પણ કેટલીક યુનિટ્સ છે.
વિજય માલ્યાને લઇને SEBIનો આદેશ તાત્કાલિક લાગૂ થઇ ચૂક્યો છે. માર્કેટ રેગ્યુલેટર એ વાતની તપાસ કરી રહ્યું હતું કે પોતાના શેરોની ટ્રેડિંગમાં અપ્રત્યક્ષ રૂપે સામેલ છે કે નહીં. SEBIના ચીફ જનરલ મેનેજર અનીતા અનુપે લખ્યું કે, આ સિલસિલામાં ઉપલબ્ધ તથ્યો અને સમગ્રી પર ધ્યાન આપ્યા બાદ મેં જોયું કે નોટિસ મેળવનાર વ્યક્તિ (વિજય માલ્યા)એ ન માત્ર FII નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, પરંતુ ભારતમાં ઉપસ્થિત પોતાના ગ્રુપની લિસ્ટેડ કંપનીઓમાં ખોટી રીતે સિક્યોરિટીઝની ખરીદી અને વેચાણ કર્યું.
એ રોકાણકારોના હિતોની વિરુદ્વ હતું અને તેનું ઉદ્દેશ્ય બજારના ખેલાડીઓને છેતરવાનું હતું. રેગ્યુલેટરની તપાસમાં જાણવા મળ્યું કે, માલ્યાએ હર્બર્ટસન અને યુનિયટેડ સ્પિરિટ્સ લિમિટેડ (USL)ના શેરોમાં ટ્રેડિંગ માટે માલ્યાએ એક રીત કાઢી હતી. એ હેઠળ UBS બેંકમાં અલગ અલગ નામો (બેસાઇડ, સનકોસ્ટ, બર્ચવૂડ)થી ઘણા ખાતા ખોલાવવામાં આવ્યા અને વાસ્તવમાં તેનો લાભાર્થી વિજય માલ્યા હતો. SEBIએ જાન્યુઆરી 2006થી માર્ચ 2008 સુધીની તપાસ કરી.
તેમ ખબર પડી કે માલ્યાએ પોતાના ગ્રુપની કંપનીઓ હર્બર્ટસ લિમિટેડ અને યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડના શેરોનો ગુપ્ત રૂપે બિઝનેસ કરવા માટે વિદેશી સંસ્થાગત રોકાણ (FII) મેટરહોર્ન વેન્ચર્સનો ઉપયોગ કર્યો હતો. આ લેવડ-દેવડ માટે રકમ અલગ અલગ વિદેશી ખાતાઓના માધ્યમથી મોકલવામાં આવી હતી. આ તપાસમાં જાણકારી મળી જે માલ્યાએ મેટરહોન વેન્ચર્સનો ઉપયોગ કરીને ભારતીય પ્રતિભૂતિ બજારમાં ધન મોકલ્યું. જે લેવડ દેવડ થઇ, તેને અંજામ આપવામાં માટે માલ્યાએ અલગ અલગ વિદેશી સંસ્થાઓની નિમણૂક કરી.