fbpx

સુરત જિલ્લામાં ઉંદર પકડવાના ગ્લુ ટ્રેપ પર પ્રતિબંધ મુકાયો

Spread the love

ઉંદર પકડવાની જાળ ગ્લુ ટ્રેપ પર સુરત જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ મુકી દીધો છે. ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વપરાશ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે. આને ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ પણ કહેવામાં આવે છે.

જ્યારે ઉંદર ગ્લુ ટ્રેપ વાળી સપાટી પરથી પસાર થાય છે ત્યારે તેની પર ગુંદર અથવા ચોંટી જાય તેવી વસ્તુ હોવાને કારણે ઉંદર ફસાઇ જાય છે અને પોતાને મૂક્ત કરવામાં અસમર્થ બની જાય છે. જેને પરિણામ ડીગ્રાઇડેશન, ભુખ અને ગુંગળામણને કારણે ઉંદરનું પીડાદાયક મોત થાય છે.

 સુરત જિલ્લા ક્લેક્ટરે પ્રતિબંધ મુકતાની સાથે કહ્યું છે કે, ઉંદરોનું નિયંત્રણ ઇચ્છનીય છે, પરંતુ તેના ઉપયોગ માટે લેવાતી પદ્ધતિ પ્રાણી ક્રુરતા અધિનિયમનો ભંગ કરતી ન હોવી જોઇએ. ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

error: Content is protected !!