fbpx

સુરતના આ વિસ્તારમાં 339 કરોડના સરકારી ખર્ચે મોલ બનશે

Spread the love

સુરતમાં ડુમસ રોડ પર આવેલા રૂંઢ ખાતે 339 કરોડ રૂપિયાના સરકારી ખર્ચે એક મોલ બની રહ્યો છે, જેમાં દેશભરની હસ્તકલાઓ અને પારંપારિક વસ્તુઓનું પ્રદર્શન થશે. મોલ બનતા હજુ દોઢ- બે વર્ષ લાગી શકે છે.

સુરતના રૂંઢ વિસ્તારમાં PM એકતા મોલ બનવાનો છે. આ મોલ કુલ 339 કરોડમાં બનશે જેમાંથી 202 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે અને 137.30 કરોડ રૂપિયા ગુજરાત સરકાર આપશે. આ મોલમાં 134 એમ્પોરીયમ અને શોરૂમ્સ બનાવવામાં આવશે.

PM એકતા મોલમાં દેશના તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશ અને ગુજરાતના 33 જિલ્લાઓમાંથી GI ટેગ વાળી વસ્તુઓ તમને મળી શકશે. ઉપરાંત એક 11 માળની બિલ્ડીંગ પણ બનશે જેમાં આર્ટિસ્ટન્ટોના આવાસ હશે. ઉપરાંત ક્રાઉટ ગેલેરી, સેમિનાર હોલ, એમ્ફી થિયેટર, બાળકોનો રમવાનો એરિયા એવું ઘણું બધું હશે.

error: Content is protected !!