fbpx

ઇન્ટ્રા-ડે પર સેબીનો રિપોર્ટ, કુંવારા લોકો કરતા પરણેલા ઓછું નુકશાન કરે છે

Spread the love

શેરબજારમાં ઇન્ટ્રા-ડે પર સેબીનો એક સ્ટડી રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ચોંકાવનારી વાત બહાર આવી છે કે 10માંથી 7 લોકો ઇન્ટ્રા-ડેમાં નુકશાન કરે છે. મતલબ કે 70 ટકા લોકો લોસ કરે છે જ્યારે માત્ર 30 ટકા લોકો જ કમાણી કરી શકે છે.

સેબીના રિપોર્ટમાં એ વાત પણ સામે આવી કે કુંવારા લોકોના સરખામણીએ પરણેલા પુરુષો નુકશાન ઓછું કરે છે અને પુરુષોની સરખામણીએ મહિલાઓ પણ ઓછું નુકશાન કરે છે. સેબીએ 2018-2019, 2021-2022 અને 2022-2023ના સમયગાળામાં ઇન્ટ્રા-ડેનો અભ્યાસ કર્યો છે. 2022-23માં ઇન્ટ્રા-ડેમાં કુંવારા લોકોએ 75 ટકા નુકશાન કર્યું જ્યારે પરણીત પુરુષોમા 67 ટકાએ નુકશાન કર્યું. એક જ ટ્રેડીંગ સેશનમાં શેરની જે લે-વેચ કરવામા આવે છે તેને ઇન્ટ્રાડે ટ્રેડીંગ કહેવામાં આવે છે.

error: Content is protected !!