fbpx

કોરોનાની દવા છે કોરોનિલ, રામદેવના દાવાને ઝટકો, HCએ કહ્યું- ‘યોગ ગુરુ પાછું લે..’

Spread the love

યોગ ગુરુ બાબા રામદેવને દિલ્હી હાઇકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. ડૉક્ટરોના વિભિન્ન સંઘની અરજી પર નિર્ણય સંભળાવતા દિલ્હી હાઇ કોર્ટે બાબા રામદેવને નિર્દેશ આપ્યો છે કે તેઓ કોરોનાથી થનારા મોત માટે એલોપેથિને દોષી ઠેરવવા અને કોરોનિલને પ્રોત્સાહિત કરવાના દાવાઓને પરત લે. કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો કે જો 3 દિવસની અંદર બાબા રામદેવ પોતાનું નિવેદન પરત લેતા નથી તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેને તાત્કાલિક હટાવી દે.

કોરોનિલને કોરોના મહામારીની સારવાર થવાના દાવા પર યોગ ગુરુ રામદેવ વિરુદ્ધ ઘણા ડૉક્ટરોના સંગઠનોએ બાબા રામદેવ, તેમના સહયોગી આચાર્ય બાળકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. અરજીમાં ડૉક્ટર સંગઠનોએ આરોપ લગાવ્યો કે રામદેવ દ્વારા વેચવામાં આવેલા ઉત્પાદનનું વેચાણને વધારવા માટે એક ખોટી સૂચના અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમાં રણનીતિ હેઠળ કોરોનિલને કોરોના મહામારી માટે વૈકલ્પિક સારવાર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 27 ઓક્ટોબર 2021ના રોજ કોર્ટે કેસ પર બાબા રામદેવ સહિત અન્યને સમન્સ પાઠવ્યા હતા. તો ન્યાયાધીશ એ.જે. ભંભાનીની પીઠે 21 મેના રોજ કેસ પર સુનાવણી કરીને નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. અરજીમાં રામદેવ અને તેમના અન્ય સહયોગીઓના આ પ્રકારના નિવેદન આપતા રોકવા માટે નિર્દેશ આપવાની માગ કરવામાં આવી હતી. ડૉક્ટર્સ તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, રામદેવે કોરોનિલને કોરોનાની દવા બતાવતા ઘણા ભ્રામક દાવા કર્યા છે, જ્યારે તેમને કોરોનિલ માટે માત્ર ઇમ્યૂનો બુસ્ટર હોવાનું લાઇસન્સ મળ્યું હતું.

અરજીમાં એ માગ પણ કરવામાં આવી હતી કે, પતંજલિ આયુર્વેદ અને બાબા રામદેવને ભવિષ્યમાં એવા નિવેદન આપતા રોકવા માટે નિર્દેશ આપવામાં આવે. આ અરજીઓ ઋષિકેશ, પટના અને ભુવનેશ્વર સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાના 3 રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશન સાથે જ ચંડીગઢ, પંજાબ, મેરઠ અને હૈદરાબાદમાં ડૉક્ટર્સના અલગ અલગ એસોસિએશને દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન IMAએ કોર્ટને જણાવ્યું હતું બાબા રામદેવ લોકોને વેક્સીનેશન ન લગાવવા માટે કહી રહ્યા હતા. એલોપેથીને સ્ટૂપિડ સાયન્સ કહી રહ્યા હતા. સાથે જ ડૉક્ટરોનું મજાક ઉડાવી રહ્યા હતા. અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે રામદેવે 250 કરોડ રૂપિયાની કોરોનિલ વેચી છે.

error: Content is protected !!