ઉત્તર ભારત જુલાઇના મહિનાઓમાં પણ ભીષણ ગરમીથી ઝઝૂમી રહ્યું છે. ગરમી અને ભેજના કારણે લોકોની હાલત ખરાબ છે, પરંતુ ધ્યાન આપવા જેવી વાત એ છે કે પર્વતીય રાજ્ય પણ હાલના દિવસોમાં ગરમીની મારથી દૂર નથી. કાશ્મીરમાં ગરમીએ 25 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે તો લેહ- લદ્દાખ પણ તેનાથી અલગ નથી. જે લેહ-લદ્દાખ અને કાશ્મીર, પોતાની સુંદરતા અને ઠંડી વાદીઓ માટે પોતાની અલગ ઓળખ રખે છે, ત્યાં ગરમી પડી રહી છે. એ સાંભળવામાં જ પોતાની જાતમાં ખૂબ હેરાનીભર્યું છે.
લેહ લદ્દાખનું નામ સાંભળતા જ ચારેય તરફ બરફથી ઘેરાયેલા પર્વત નજરો સામે આવી જાય છે. ઠંડી એટલી કે ગરમ કપડાઓ વિના કોઇ નજરે પડતું નથી, પરંતુ આ વખત સ્થિતિ કંઇક અલગ છે. ભીષણ ઠંડીવાળા લદ્દાખમાં દિલ્હીથી અનેક ગણી વધારે ગરમી પડી રહી છે. તાપમાન એટલું કે પ્લેન પણ ઊડી શકતા નથી. સ્થિતિ એવી છે કે 3 દિવસમાં 13 ઉડાણો રદ્દ થઇ ગઇ છે. કારણ છે ગરમી. સામાન્ય રીતે ફ્લાઇટ રદ્દ થવાનું કરણ ભારે વરસાદ કે બરફવર્ષા હોય છે, પરંતુ લેહમાં ગરમીના કારણે ફ્લાઇટ રોકી દેવામાં આવી છે.
જો લેહના તાપમાનની વાત કરીએ તો આ સમયે તે 35 ડિગ્રી સેલ્સિયસની આસપસ છે. લેહ જેવા ઠંડા વિસ્તાર માટે આ તાપમાન ડરામણું છે. તાપમાન વધવાના કારણે રવિવારે લેહમાં 4 ફ્લાઇટ રદ્દ કરવી પડી. દિલ્હીથી પહોંચેલી એક ફ્લાઇટ તો શનિવારે એરપોર્ટ પર લેન્ડ જ ન કરી શકી. ઇન્ડિગોએ સોમવારે જાહેર કરેલી એડવાઇઝરીમાં કહ્યું કે, હાઇ ગ્રાઉન્ડ ટેમ્પ્રેચર અને રનવે પ્રતિબંધના કારણે આજે બધી ફ્લાઇટ રદ્દ કરવી જરૂરી થઇ ગઇ છે. જો તમે ફરી બુકિંગ કરવા માગો છો કે રિફંડ ઇચ્છો છો તો https://bit.ly/3MxSLeE પર જાવ. અમને અસુવિધા માટે દુઃખ છે.
ગયા અઠવાડિયામાં પણ વિમાનન કંપની ઇન્ડિગોએ તાપમાન વધારે હોવાના કારણે પોતાની ફ્લાઇટ કેન્સલ કરી દીધી હતી. ઇન્ડિગોએ કહ્યું હતું કે, લેહમાં બાહ્ય હવાનું તાપમાન વધુ હોવાના કારણે ફ્લાઇટ ઓપરેશનમાં પરેશાની આવી રહી છે, જેમાં એરલાઇન પણ કંઇ કરી શકતી નથી.
ગરમીમાં કેમ ઊડી શકતા નથી પ્લેન?
પાયલટને પ્લેન ચલાવતી વખત હવામાન અને ટેમ્પ્રેચર, હવાનો દબાવ, જેવા ફેક્ટર ખાસ ધ્યાનમાં રાખવાના હોય છે.
તેમાંથી થોડા પણ વધારે થઇ જાય તો ઉડાણમાં મોડું થાય છે કે પછી તેમને રદ્દ કરી દેવામાં આવે છે.
પાયલટે ગ્રેવિટી ફોર્સ સાથે લડીને વિમાનને હવામાં ઉપર લઇ જવાનું હોય છે.
વિમાનને ઉપર લઇ જવા માટે હવાની મદદ લેવાની હોય છે. પાયલટને વિમાનના વજનના હિસાબે જ એર પ્રેશરની જરૂરિયાત હોય છે.
તાપમાન ગરમ હોવાના કારણે એરક્રાફ્ટને થ્રસ્ટ મળી શકતું નથી.
ગરમ હવા જેટલી વધારે હોય છે તે ફેલાય પણ વધારે છે. આ દરમિયાન વિમાનને એન્જિનને જરૂરી થ્રસ્ટ મળી શકતું નથી.
ઘણા લોકો આ વાત પર હેરાની વ્યક્ત કરી રહ્યા છે કે 11,00 ફૂટની ઊંચાઇ પર જ્યાં ટેરેમ્પ્રેચર માઇનસમાં 20 ડિગ્રી સુધી પહોંચી જાય છે ત્યાં ફ્લાઇટ્સ ગરમીના કારણે કેન્સલ થઇ રહી છે, જે ચિંતાની વાત છે. તેનું કારણ જળવાયુ પરિવર્તન માનવામાં આવી રહ્યું છે. તેના ઘાતક પરિણામ આપણને જ નહીં, આપણી આગામી પેઢીને પણ ઝીલવી પડી શકે છે.