fbpx

ગુરુદ્વારાઓમાં નહીં ફરકાવવામાં આવે ભગવો ઝંડો, SGPCએ કેમ લીધો નિર્ણય?

Spread the love

ખાલસા પંથની શાન અને સન્માનનો પ્રતિક નિશાન સાહિબનો રંગ હવે કેસરિયો નહીં હોય. સિખોની સર્વોચ્ચ સંસ્થા શિરોમણી ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (SGPC)એ આદેશ જાહેર કર્યો છે કે હવેથી તેનો રંગ બસંતી હશે. આ નિર્ણય SGPCએ શ્રી અકાલ તખ્ત સહિબમાં થયેલી પાંચ સિંહ સાહિબાનની બેઠક બાદ લીધો છે. SGPC તરફથી એક પત્ર જાહેર કરીને આ બાબતની જાણકારી આપવામાં આવી છે.

SGPCએ કહ્યું કે, કેસરી નિશાન સાહિબને લઇને સંગત વચ્ચે દુવિધા હતી. કેટલાક મામલે શ્રી અકાલ તખ્ત સાહિબના ધ્યાનમાં આવ્યા, ત્યારબાદ તેના પર ચર્ચા થઇ. પાંચ સિંહ સાહિબાનોની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઇ કે તેમ કોઇ શંકા નથી કે નિશાન સાહિબનો રંગ ભગવો છે, પરંતુ ભૂલથી એ હિન્દુ ધર્મનું પ્રતિક ભગવા રંગ સાથે હળે મળે છે. આ કારણે ઘણી વખત સંગતના લોકો અને અજાણ્યા લોકો તેમાં અંતર કરી શકતા નથી અને બંનેને એક જ સમજી લે છે.

આ દુવિધાને દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કેમ કે સિખ ધર્મ હિન્દુ ધર્મથી અલગ છે. આ કારણે ક્યારેક ક્યારેક લોકો એવો પ્રચાર કરે છે કે હિન્દુ અને સિખ એક જ ધર્મ છે. આ પ્રકારના ભ્રમથી બચવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. SGPCના મહાસચિવ ગુરચરણ સિંહ ગ્રેવાલે કહ્યું કે, તેમનો નિર્ણય કોઇ ધર્મ કે ભગવા રંગ વિરુદ્ધ નથી. સર્ક્યૂલરને કોઇ ધર્મ સાથે જોડીને વિવાદ ઉત્પન્ન ન કરવો જોઇએ. આ નિર્ણય કોઇ નવો નથી. અનુપાલન પરિપત્ર વિના કોઇ નક્કી માનક વિના નક્કી કરવામાં આવ્યો છે.

સિખો માટે પવિત્ર ધ્વજ હોય છે નિશાન સાહિબ:

નિશાન સાહિબ સિખો માટે પવિત્ર ધ્વજ હોય છે. આ દરેક ગુરુદ્વારા બહાર ફરકતો રહે છે. તેને તેઓ પોતાની ધાર્મિક રેલીઓ કે ધાર્મિક રાજનીતિક રેલીઓમાં પણ ઉપયોગ કરે છે. પોતાના વાહનોમાં સૌથી ઉપર લગાવીને પણ ચાલે છે. આ પવિત્ર ત્રિકોણીય ધ્વજ કોટન કે રેશમના કપડાંનો બનેલો હોય છે. તેની ધાર પર રેશમની લટકણ હોય છે. તેને દરેક ગુરુદ્વારા બહાર એક ઊંચા ધ્વજદંડ પર પર ફરકાવવામાં આવે છે. સિખ પરંપરા મુજબ નિશાન સાહિબને ફરકાવી રહેલા દંડમાં ધ્વજકળશ (ધ્વજદંડનો શિખર)ના રૂપમાં એક બેધારી (તલવાર) હોય છે અને દંડાને પૂરી રીતે કપડાથી લપેટવામાં આવે છે. ઝંડાને વચ્ચે એક ખંડા ચિહ્ન હોય છે.

error: Content is protected !!