fbpx

NCAERએ ભારતને લઇને લગાવ્યું મોટું અનુમાન, જણાવ્યુ બજેટથી કેવી રીતે દોડશે ઇકોનોમી

Spread the love

સામાન્ય મોનસૂન અને રાજનીતિક સ્થિરતાના કારણે ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 2024-25માં 7 ટકાથી વધુ રહેવાનું અનુમાન NCAERએ લગાવ્યું છે. આર્થિક થિંક ટેન્ક નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) મુજબ, હાલના વર્ષમાં દેશનો ગ્રોથ રેટ 7 થી 7.5 ટકા રહી શકે છે. NCAER મુજબ સ્થિર વપરાશ અને સતત સુધરતી રોકાણ ડિમાન્ડથી 2023-24માં વિકાસ દર 8.2 ટકા રહ્યો હતો.

NCAERનું કહેવું છે કે સારું મોનસૂન, સામાન્ય રહેતા વૈશ્વિક પરિસ્થિતિથી અર્થવ્યવસ્થામાં મજબૂતી યથાવત રહેવાનું અનુમાન છે. કેન્દ્રીય બજેટને આશાઓ મુજબ બતાવતા કહેવામાં આવ્યું છે કે બજેટમાં રાજકોષીય નુકસાનનું લક્ષ્ય GDPનો 4.9 ટકા અને કેપિટલ એક્સપેન્ડિચરને GDP 2.4 ટકા પર રાખવામાં આવ્યો છે. બજેટને લઇને બિઝનેસ જગતને કોઇ મોટી ફરિયાદ નથી, પરંતુ તેમનું કહેવું છે કે રોકાણને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડેક્સેશનનો ફાયદો ચાલુ રાખવો જોઇએ.

તો હેલ્થ સેક્ટરે પણ બજેટના વખાણ કરતા કહ્યું કે, તેનાથી દેશમાં ઇક્વિપમેન્ટ્સનું પ્રોડક્શન વધારવામાં મદદ મળવા સાથે જ સ્કિલ મેનપાવર તૈયાર કરવામાં પણ મદદ મળશે. બિઝનેસ જગતના આ જ ભરોસાએ જ NCAER NSE બિઝનેસ કોન્ફિડેન્સ ઇન્ડેક્સને 2024-25ના પહેલા ત્રિમાસિકમાં વધારીને 149.8 પર પહોંચાડી દીધો છે, જ્યારે 2023-24ના ચોથા ત્રિમાસિકમાં તે 138.2 ટકા હતો.

જો બાકી એજન્સીઓના વિકાસ દર અનુમાનને જોઇએ તો IMF અને ADBએ 2024-25 માટે ભારતના 7 ટકા વિકાસ દર અનુમાનને યથવાત રાખ્યો છે. કુલ મળીને ભારતના ગ્રોથ રેટ અનુમાન 6.6 થી 7.2 ટકા વચ્ચે છે. હવે જોવાનું એ છે કે બજેટની જાહેરાત વિકાસ દરને આ અનુમાનોથી કેટલો આગળ લઇ જવામાં મદદગાર સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે એક મોટી લકીર ખેંચી છે. સરકારે વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ અનુસંધાને પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે. ગયા અઠવાડિયે આ મુદ્દાઓને લઇને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નીતિ આયોગની બેઠક થઇ હતી.

error: Content is protected !!