ભાજપના નેતા અને ધારાસભ્ય જયેશ રાદડીયા સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમણે એક કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન અને લેઉઆ પટેલ સમાજના અગ્રણી નરેશ પટેલનું નામ લીધા વગર કહ્યું હતું કે, સમાજનો જે મજબુત આગેવાન હોય તેને સ્વીકારવો, માયકાંગલાની સમાજને જરૂર નથી. તે પોતે તો તુટી જશે, પરંતુ સાથે સાથે સમાજને પણ તોડી નાંખશે. રાજનીતીનો માણસ સમાજ સેવામાં ન આવે અને સમાજ સેવાના માણસે રાજનીતીમાં ન આવવું જોઇએ.
લેઉઆ પટેલના બંને નેતા જયેશ રાદડીયા અને નરેશ પટેલ નો વિવાદ ગુજરાતમાં ઘણા સમયથી ચાલી રહ્યો છે. આ પહેલાં પણ જયેશ રાદડીયાએ જ્યારે નિવેદન આપેલું ત્યારે નરેશ પટેલે કહ્યુ કે, રાજકારણ કર્યા વગર સમાજનું કામ થઇ શકે નહીં. સુરતમાં દિવગંત નેતા વિઠ્ઠલ રાદડીયાની પૂણ્યતિથિ નિમિત્તે 3 દિવસનો મહારક્તદાન કાર્યક્રમ યોજાયો છે.