fbpx

પ્રાંતિજ સહિત તાલુકામાં અનરાધાર વરસાદ ના કારણે નનાનપુર  ગામે રોડ પર ગરનાળુ રફેદફે

Spread the love

પ્રાંતિજ સહિત તાલુકામાં અનરાધાર વરસાદ ના કારણે નનાનપુર  ગામે રોડ પર ગરનાળુ રફેદફે
– દશ થી વધુ ગામોના સંપર્ક તૂટ્યા
– વાહન ચાલકો લોકો ને ભારે હાલાકી
               


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં સાડા છ ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા અને રસ્તાઓ ગરનાળા એકજ ઝાટકે તૂટી જતાં લોકોને એક બીજા ગામે જવાના સંપર્કો તૂટી જતાં ભારે હાલાકી નો સામનો કરવો પડી રહયો છે


  પ્રાતિજ તાલુકાના નનાનપુર ગામ અને આસરોડા જતા રોડ પર નનાનપુર તળાવ પાસેનું ગરનાળું રફેદફે થ‌ઈ ગયું છેપાઈપો પાણીના ભારે પ્રવાહથી દૂર દૂર સુધી તણાયા છે મોટુ ગાબડું પડી જતાં આ રોડ રસ્તો બંધ થતાં નનાનપુર આરસોડા , ગઢોડા , રામપુરા સહિતના અસંખ્ય ગામોના સંપર્કો બંધ થ‌ઈ જતા તમામ ગામડાઓના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હજુ પણ પાણી નો પ્રવાહ ચાલુ જ છે જેના કારણે રોડ પણ રફેદફે થ‌ઈ જાય છે અહી આજુબાજુના ખેતરોનુ પાણી અને આધીલા તળાવનું પાણી વરસાદના કારણે મોટા પ્રમાણમાં વહેતાં આ રોડ  રસ્તો વારંવાર તૂટી જાય છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અહી ગરનાળું પાકું આયોજન બધ્ધ બનાવાય તોજ આ મુશ્કેલી મટી શકે તેમ છે જોકે  નનાનપુર ગામ ના પૂર્વ સરપંચ ગીરીશભાઈ પટેલ દ્વારા ધારાસભ્ય  ગજેન્દ્રસિંહ પરમાર અને  સાંસદ શોભનાબેન બારૈયા ને આ અંગે જાણ કરી છે અને સત્વરે આ પ્રશ્ન ઉકેલાય એવું પંથકના પ્રજાજનો ઇચ્છી રહ્યા છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!