fbpx

ખાન સરના કોચિંગની તપાસ કરવા SDM આવ્યા, પેપર્સ બતાવવા કહ્યું તો શું જવાબ આપ્યો?

Spread the love

દિલ્હીમાં RAUના IAS કોચિંગ સેન્ટરમાં થયેલા અકસ્માત પછી ઘણા જાણીતા કોચિંગ સેન્ટરો પર સવાલો ઉઠી રહ્યા છે. પ્રશ્ન એ છે કે, આમાંના મોટાભાગના કોચિંગ સેન્ટરોમાં ભોંયરામાં વર્ગો ચલાવવામાં આવે છે. જે નિયમો મુજબ યોગ્ય નથી. હવે વધુ એક લોકપ્રિય કોચિંગ સેન્ટર સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી દુર્ઘટના પછી બિહારના પટનામાં પ્રશાસને કોચિંગ સેન્ટરોની તપાસ શરૂ કરી છે. તેમની સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવામાં આવી રહી છે. મંગળવારે, 30 જુલાઈના રોજ રાજ્ય સરકારના અધિકારીઓ ખાન સરના કોચિંગ સેન્ટર પહોંચ્યા.

એક મીડિયા ચેનલના અહેવાલ મુજબ પટના SDM શ્રીકાંત કુંડલિક ખાંડેકર અન્ય અધિકારીઓ સાથે જિલ્લાની કોચિંગ સંસ્થાઓની તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન તપાસ ટીમ તપાસ કરવા ખાન સરના કોચિંગ સેન્ટર પણ પહોંચી હતી. એવું કહેવાય છે કે જ્યારે SDM ખાન સરના GS રિસર્ચ સેન્ટર પહોંચ્યા ત્યારે પહેલા ખાન સરના કર્મચારીઓએ SDMને ક્લાસરૂમ બતાવવાના નામે ઘણીવાર સીડીઓથી ઉપર-નીચે કરાવ્યા હતા, પરંતુ તેમને ક્લાસરૂમ ન બતાવ્યો. જ્યારે SDMએ ખાન સરને શોધવાનું શરૂ કર્યું ત્યારે ખાન સરના કર્મચારીઓએ ફરીથી SDMને ગોળ ગોળ ફેરવવાનું શરૂ કર્યું, પરંતુ દસ મિનિટ પછી SDMએ ખાન સરને શોધી લીધા.

એવું કહેવાય છે કે, ખાન સર SDMને જોયા પછી અસ્વસ્થતા અનુભવવા લાગ્યા. આ દરમિયાન તેણે મીડિયાને તેના રૂમમાંથી બહાર કાઢી મુક્યા હતા. મીડિયાના બહાર નીકળ્યા પછી થોડીવાર રહીને SDM પણ બહાર આવ્યા અને કહ્યું કે, ખાન સાહેબે કોચિંગના તમામ દસ્તાવેજો આપવા માટે સમય માંગ્યો છે અને આવતીકાલે પોતે ઓફિસ આવીને તમામ દસ્તાવેજો બતાવશે.

આ પછી SDM શ્રીકાંત કુંડલિક ખાંડેકરે જણાવ્યું કે, તેમણે મંગળવારે પટનાના 30 કોચિંગ સેન્ટરનું નિરીક્ષણ કર્યું, જેમાં જાણવા મળ્યું કે, ખુબ જ ઓછી જગ્યામાં વધુ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. કેટલાક કોચિંગ સેન્ટરનું રજીસ્ટ્રેશન પણ થયું નથી. ઘણી સંસ્થાઓમાં ફાયર સિસ્ટમ હોવી જોઈએ, જે મળી નથી.

દિલ્હીમાં રાવ IAS સ્ટડી સર્કલ ઘટના પછી MCD સતત પગલાં લઈ રહ્યું છે. નિયમોના ઉલ્લંઘનને કારણે ઘણા કોચિંગ સેન્ટરોને સીલ કરવામાં આવ્યા છે. આમાં સિવિલ સર્વિસની તૈયારી કરાવનારી કોચિંગ સંસ્થા, દ્રષ્ટિ IAS પણ આ યાદીમાં છે. સંસ્થાના બે કોચિંગ સેન્ટર સીલ કરવામાં આવ્યા હતા. તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ દૃષ્ટિ IASના સ્થાપક અને વિકાસ દિવ્યકીર્તિ અને તેમના જેવા અન્ય શિક્ષકોના મૌન પર સવાલો ઉઠાવી રહ્યા છે. આ ઘટનાના ત્રણ દિવસ પછી વિકાસ દિવ્યકીર્તિએ હવે આ મામલે મૌન તોડ્યું છે.

તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, પહેલા તે સમગ્ર પરિસ્થિતિને સમજવા માંગતા હતા, કારણ કે દોઢ દિવસ સુધી એ પણ સ્પષ્ટ ન હતું કે, ત્યાં કેટલા બાળકો છે. તેણે કહ્યું કે હવે જ્યારે બધી વસ્તુઓ સ્પષ્ટ થઈ ગઈ છે ત્યારે તે સ્પષ્ટ રીતે વાત કરી શકે છે.

એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં વિકાસ દિવ્યકીર્તિએ સ્વીકાર્યું કે, દૃષ્ટિ IAS નિયમોથી ભટકી ગઈ હતી. પરંતુ તેણે એમ પણ કહ્યું કે, આ ભૂલ એવી નહોતી કે ઈરાદા ખરાબ હોય. એમણે કહ્યું કે, ‘વિચિત્ર વાત એ છે કે દિલ્હીમાં કોચિંગ સેન્ટરોની સંખ્યા ઓછામાં ઓછી એક હજાર હશે. પરંતુ તેમાંથી કોઈની પાસે ફાયર વિભાગનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NoC) નથી. ફાયર NoC શૈક્ષણિક સંસ્થાઓની ઈમારતો માટે છે. એવું નથી કે અમે કે બીજી કોઈ સંસ્થાઓએ પ્રયાસ કર્યો નથી.’

તેમણે દાવો કર્યો હતો કે 50થી વધુ સંસ્થાઓ સામે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં તેમની સંસ્થાનું નામ પણ છે. કરોલ બાગમાં તેના એક કોચિંગ સેન્ટરને સીલ કરવા અંગે દિવ્યકિર્તિએ જણાવ્યું કે, બેઝમેન્ટને કોમર્શિયલ ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. ત્યાં માત્ર ઓફિસ ચલાવવામાં આવી રહી હતી. પરંતુ મહાનગરપાલિકા પર દબાણ હતું, તેથી તમામ સામે કાર્યવાહી કરી છે.

error: Content is protected !!