મથુરાના બહુચર્ચિત શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ કેસમાં અલ્લાહબાદ હાઇ કોર્ટે એક મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. આ કેસમાં હિન્દુ પક્ષે 19 અરજીઓ દાખલ કરી હતી અને શાહી ઇદગાહ મસ્જિદની જમીનને હિન્દુઓની બતાવી હતી. તેની સાથે જ હિન્દુ પક્ષે ત્યાં પૂજાનો અધિકાર આપવાની પણ માગ કરી હતી. હિન્દુ પક્ષની અરજી બાદ મુસ્લિમ પક્ષે પ્લેસિસ ઓફ વોર્શિપ એક્ટ, વક્ફ એક્ટ, લિમિટેશન એક્ટ અને સ્પેસિફિક પઝેશન રીલિફ એક્ટનો સંદર્ભ આપતા હિન્દુ પક્ષની અરજીઓ ફગાવવાની માગ કરી હતી, પરંતુ અલ્લાહબાદ હાઇકો ર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે એટલે કે હવે હિન્દુ પક્ષની 18 અરજીઓ પર અલ્લાહબાદ હાઇકોર્ટમાં એક સાથે સુનાવણી થશે.
આ નિર્ણય જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે સંભળાવ્યો છે. ટેક્નિકલી ટર્મમાં કહેવામાં આવે તો અલ્લાહબાદ હાઇકોર્ટે મુસ્લિમ પક્ષની ઓર્ડર 7 રૂલ 11ની અપત્તિવાળી અરજી ફગાવી દીધી છે કેમ કે મુસ્લિમ પક્ષે અરજીઓની યોગ્યતાને પડકાર આપ્યો હતો એટલે કે હિન્દુ પક્ષની અરજીઓ પર સુનાવણી ચાલુ રહેશે.
હિન્દુ પક્ષકારોએ શું આપી હતી દલીલો:
ઇદગાહનો આખો અઢી એકર વિસ્તાર ભગવાન શ્રી કૃષ્ણનું ગર્ભગૃહ છે.
મસ્જિદ કમિટી પાસે જમીનનો આવો કોઇ રેકોર્ડ નથી.
CPCનો આદેશ7, નિયમ 11 લાગૂ પડતો નથી.
મંદિરન તોડીને મસ્જિદનું ગેરકાયદેસર નિર્માણ કરવામાં આવ્યું છે.
આ જમીનની માલિકી કટરા કેશવ દેવની છે.
માલિકી હક્કો વિના, વક્ફ બોર્ડે કોઇ પણ કાયદાકીય પ્રક્રિયા વિના આ જમીનને વક્ફ સંપત્તિ તરીકે જાહેર કરી દીધી છે.
ભવન પુરાતત્વ વિભાગ તરફથી સંરક્ષિત જાહેર કરવામાં આવ્યું છે, એટલે પણ તેમાં ઉપાસના સ્થળ અધિનિયમ લાગૂ પડતો નથી.
ASIએ તેને નઝૂલ જમીન માની છે, વક્ફ મિલકત નહીં કહી શકાય.
મુસ્લિમ પક્ષકરોની અરજી ફગાવાઇ
મુસ્લિમ પક્ષકારોએ કોર્ટમાં દલીલ આપી હતી કે આ જમીન પર બંને પક્ષો વચ્ચે 1968માં સમજૂતી થઇ હતી. 60 વર્ષ બાદ સમજૂતીને ખોટી કહેવી યોગ્ય નથી. તો કેસ ચાલવા યોગ્ય નથી.
પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991 હેઠળ પણ કેસ સુનાવણી યોગ્ય નથી.
15 ઓગસ્ટ 1947ના દિવસે જે જે રીતે ધાર્મિક સ્થળની ઓળખ અને પ્રકૃતિ જેવી છે એવી જ બની રહેશે. એટલે કે તેની પ્રકૃતિ નહીં બદલી શકાય.
લિમિટેશન એક્ટ અને વક્ફ અધિનિયમ હેઠળ પણ આ કેસને જોવામાં આવે.
આ વિવાદની સુનાવણી વક્ફ ટ્રિબ્યૂનલમાં થાય. આ સિવિલ કોર્ટમાં સુનાવણીનો કેસ જ નથી.