fbpx

AMCના અધિકારી 20 લાખ લાંચ લેતા ઝડપાયા, ઘરેથી 73 લાખ રોકડા અને આટલું સોનું મળ્યું

Spread the love

ગુજરાતમાં એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ અમદાવાદ મહાનગરપાલિકા (AMC)માં ભ્રષ્ટાચાર અને લાંચખોરીનો એક મામલો પકડ્યો છે. ACBએ અમદાવાદ મહાનગરપાલિકા આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર હર્ષદ ભોજક અને એન્જિનિયર આશિષ પટેલને 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડ્યા છે. ગુજરાતમાં એન્ટિ કરપ્શન બ્યૂરો છેલ્લા કેટલાક મહિનાઓથી લાંચખોર અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ એક્શન મોડમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી ફ્રી હેન્ડ આપ્યા બાદ ACBની આ મોટી કાર્યવાહી છે.

આ અગાઉ ACBએ રાજકોટ અગ્નિકાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના TPOની કરોડોની ગેરકાયદેસર સંપત્તિનો ખુલાસો કર્યો હતો. મનસુખ સાગઠિયાને ત્યાં પણ સોનું મળ્યું હતું. ACBએ 20 લાખ રૂપિયાની લાંચ લેતા અરેસ્ટ કર્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકા સહાયક નગર વિકાસ અધિકારી હર્ષદ ભોજકના આવાસ પરથી 73 લાખ રૂપિયા રોકડ ને 4.50 લાખ રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે. ગુજરાતમાં ACBની કમાન હરિયાણાના રહેવાસી ડૉ. શમશેર સિંહ પાસે છે. તેઓ રાજ્યના DGP લો એન્ડ ઓર્ડર પણ છે.

રાજ્ય સરકારે શમશેર સિંહને બીજી વખત ACBની કમાન સોંપી છે. પહેલા કાર્યકાળમાં પણ તેમણે ACBના કામથી ભ્રષ્ટાચારીઓમાં ભય ઉત્પન્ન કરી દીધો હતો. છેલ્લા કેટલાક મહિનાઓમાં ACBએ લાંચ લેવાના કેસમાં ઘણા અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ કરી છે. ACB આ અધિકારીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી સાથે ગેરકાયદેસર સંપત્તિની તપાસ પણ અમલમાં લાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી એન્જિનિયર આશિષ પટેલે મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજક સાથે કચેરીએ જઈ જરૂરી પુરાવા રજૂ કરી AMC તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે તેમ જણાવ્યું હતું. જેથી ફરીયાદી ગવર્નમેન્ટ અપ્રુવલ એન્જિનિયર આરોપી આશિષ પટેલને મળ્યો હતો.

આરોપી આશિષે ફરિયાદીને આરોપી હર્ષદભાઇ ભોજક સાથે મુલાકાત કરાવી હતી અને ઘટનાની હકીકતથી પરિચિત કરાવ્યા હતા. જેથી આરોપી હર્ષદ ભોજકે ફરિયાદીને કામ કરી આપવા બદલ પહેલા 50 લાખ રૂપિયાની લાંચ માગી હતી અને આરોપી આશિષને 10 લાખ રૂપિયા આપવાની વાત કહી હતી. જેથી ફરિયાદીએ મોલભાવ કરતા 20 લાખ આપવાની ડીલ નક્કી થઇ હતી. ત્યારબાદ ગુરુવારે અમદાવાદ મહાનગરપાલિકાનો ક્લાસ 2 અધિકારી હર્ષદ ભોજક 20 લાખ રૂપિયાની લાંચ લેતો રંગે હાથ પકડાઇ ગયો હતો.

error: Content is protected !!