fbpx

કોહિનૂર ડાયમંડની કિંમત એટલી છે કે એટલામાં 16 બૂર્ઝ ખલીફા બની જાય

Spread the love

આજે કોહિનૂર હીરાની કિંમત લગભગ 1.67 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે બુર્જ ખલીફા 12500 કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યું હતું. એટલે કે કોહિનૂરની કિંમતમાં 16 બુર્જ ખલીફા બની જાય. ઈતિહાસકારોના મતે કોહિનૂર આંધ્ર પ્રદેશમાં આવેલા ગોલકુંડા જિલ્લા પાસે આવેલી કોલ્લુર ખાણમાંથી મળી આવ્યો હતો. કોહિનૂર હીરા મેળવનાર મુઘલ બાદશાહોમાં શાહજહાં પ્રથમ હતો.

કોહિનૂર ડાયમંડ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, જે હાલમાં ઈંગ્લેન્ડમાં છે. કોહિનૂર એક ફારસી શબ્દ છે, જેનો અર્થ થાય છે પ્રકાશનો પર્વત. ભારત કોહિનૂર હીરા પર પોતાનો દાવો કરે છે. કોહિનૂર ડાયમંડ મોઘલ રાજાઓ પાસેથી અંગ્રેજો સુધી પહોંચ્યો હતો.

1739માં ઈરાનના સમ્રાટ નાદિર શાહે કોહિનૂર લૂંટી લીધો અને તેને પોતાના દેશમાં લઈ ગયો. ત્યારપછી અફઘાનિસ્તાનના રાજા શુજાશાહે મહારાજા રણજીત સિંહને તે પરત કર્યો હતો. અંગ્રેજોએ આ અનોખા હીરાને જોયો અને તેમણે કોહિનૂરને ઈંગ્લેન્ડ મોકલી દીધો હતો.

error: Content is protected !!