fbpx

શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ ‘પ્લસ’? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

Post Views: 89 શું તમારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પૈસા ચૂકવવા પડશે? મેટાએ એક મોટી જાહેરાત…

MGએ લોન્ચ કરી Majestor; સેગમેન્ટમાં સૌથી મોટી, જબરદસ્ત ફીચર્સ, પણ કિંમત પણ વધુ છે

Post Views: 102 મોરિસ ગેરેજ એટલે કે, MG મોટર્સે, ભારતીય બજારમાં તેની નવી ફ્લેગશિપ SUV, Majestorને સત્તાવાર રીતે લોન્ચ…

તોલે દોઢ લાખનું સોનું તો આમપણ જનતા નથી ખરીદી શકવાની, ચૂંટણી પૂરી થતા જ ‘સંકટ’ યાદ આવ્યું! અખિલેશ યાદવના પ્રહારો

Post Views: 102 ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ દેશમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી સાત મુદ્દાની અપીલ પર સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આકરા પ્રહાર કર્યા છે. યાદવે આ અપીલને સરકારની ‘નિષ્ફળતાનો સ્વીકાર’ ગણાવતા કહ્યું કે, ચૂંટણી પૂરી થતા જ સરકારને સંકટની યાદ આવી ગઈ છે, જ્યારે હકીકતમાં ભાજપ પોતે જ દેશ માટે સૌથી મોટું સંકટ છે. અખિલેશ યાદવે સરકારના આર્થિક મોરચે નિષ્ફળતાના મુદ્દા ઉઠાવતા ગંભીર સવાલો કર્યા હતા. તેમણે પૂછ્યું કે જો આટલી બધી પાબંદીઓ લગાવવી પડતી હોય, તો ‘5 ટ્રિલિયન ડોલરની જુમલાઈ ઈકોનોમી’ કેવી રીતે બનશે? સરકારના હાથમાંથી લગામ છૂટી ગઈ છે. ડોલર આસમાને પહોંચ્યો છે અને રૂપિયો પાતાળમાં જઈ રહ્યો છે. જનતાને સોનું ન ખરીદવાની અપીલ કરવાને બદલે ભાજપે પોતાના ભ્રષ્ટ નેતાઓને આ સલાહ આપવી જોઈએ. જનતા તો અત્યારે 1.5 લાખ રૂપિયે તોલાના ભાવે સોનું ખરીદવા સક્ષમ જ નથી. ભાજપના લોકો જ પોતાની કાળી કમાણીને સોનામાં ફેરવી રહ્યા છે. સપા પ્રમુખે ચૂંટણી દરમિયાન થયેલા ખર્ચ અંગે ભાજપને ઘેરતા પૂછ્યું કે શું ચૂંટણીમાં ભાજપના નેતાઓએ કરેલી હજારો ચાર્ટર પ્લેનની મુસાફરીઓ પાણીથી થતી હતી? શું તેઓ હોટલમાં નહોતા રોકાતા? જો આટલું જ સંકટ હતું તો ચૂંટણીમાં વીડિયો કોન્ફરન્સિંગથી પ્રચાર કેમ ન કર્યો? શું બધી પાબંદીઓ માત્ર જનતા માટે જ છે? યાદવે આક્ષેપ કર્યો કે દેશની હાલની સ્થિતિ પાછળ ભાજપની નબળી વિદેશ નીતિ જવાબદાર છે. ભારતની પરંપરાગત ‘બિન-જોડાણવાદી’ (Non-aligned) નીતિ છોડીને ચોક્કસ જૂથોના દબાણમાં આવવાને કારણે દેશની જનતાએ મોંઘવારી, બેરોજગારી અને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂત, મજૂર, યુવાનો અને ગૃહિણીઓ – દરેક વર્ગ અત્યારે આની લપેટમાં છે. અખિલેશ યાદવે ભાજપ પર બહુપક્ષીય પ્રહારો કરતા જણાવ્યું કે ચૂંટણીમાં ગેરરીતિઓ કરીને રાજનીતિને પ્રદૂષિત કરી છે. નફરત ફેલાવીને સામાજિક સૌહાર્દ બગાડ્યો છે. પોતાના આચરણથી સંસ્કારોને કલંકિત કર્યા છે. સાધુ-સંતો પર આરોપો લગાવીને ધર્મને પણ બાકાત રાખ્યો નથી. અખિલેશ યાદવે અંતમાં ચેતવણી આપતા કહ્યું કે, સરકારનું કામ સંસાધનોનો સદુપયોગ કરીને આપત્તિમાંથી બહાર લાવવાનું છે, ડર કે અફરાતફરી ફેલાવવાનું નહીં. આ અપીલ બાદ જનતામાં જે રોષ ફાટી નીકળ્યો છે, તેનું મેનેજમેન્ટ ભાજપ કોઈ ‘ચૂંટણી જુગાડ’થી કરી શકશે નહીં. હવે દેશ કહી રહ્યો છે – આજનું ભારત કહે છે, નથી જોઈતી ભાજપ!

પતિએ વારસામાં મળેલી જમીન વેચીને પત્નીને સરકારી ટીચર બનાવી, પણ પત્નીએ દગો આપ્યો, પ્રેમી સાથે પકડાઈ

Post Views: 115 વૈશાલીથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સંબંધો, વિશ્વાસ અને પરિવાર પર ઘણા…

કરોડપતિ જીજા-સાળી બન્યા ચોર, વાપી GIDCના અધિકારીના બંગલામાંથી સોનાના દાગીના ચોર્યા

Post Views: 168 વાપી GIDC કચેરીના અધિકારીના બંગલામાં પ્રવેશી અંદરથી સોનાના દાગીના પર હાથ સાફ કરી ફરાર થયેલા…

UPની મઝારને તંત્રએ ‘લાવારિસ’નું ટેગ કેમ આપ્યું, અલ્ટીમેટમ ખતમ થયું, તોડી પડાશે

Post Views: 238 લખનઉમાં કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU) વહીવટીતંત્રે કેમ્પસમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મઝારને ‘લાવારિસ’ જાહેર કરી…

પંડ્યાની આ 5 કારણે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પદેથી છૂટ્ટી થશે

Post Views: 208 હાર્દિક પંડ્યાને લઇને મુંબઈ ઈન્ડિયન્સ મોટો નિર્ણય લતે તેની પાસેથી કેપ્ટનશીપ છીનવી શકે છે.…

એવું શું થયું કે સુરતમાં જૈન સમાજ રસ્તા પર ઉતરી આવ્યો? જાણો શું છે તેમની મુખ્ય માંગ

Post Views: 253 સમગ્ર દેશમાં અહિંસા, કરુણા અને શાંતિનો સંદેશ ફેલાવતા જૈન સંતો તેમજ સાધ્વીજીઓની સુરક્ષાને લઈને…

પ્રીમિયમ રૂમ, બેડ પર યુવતી, અને નોટોના બંડલો… હેરાન કરી દેશે સાસરેથી ગાયબ થયેલી દુલ્હનની કહાની

Post Views: 161 મેરઠથી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. આ આરોપો એટલા ગંભીર છે કે…

શું સેનાના જવાનો દ્વારા NEETના પેપર્સ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચશે?

Post Views: 95 NEET-UG પરીક્ષાના કથિત પેપર લીક અને શરમજનક ઘટના પછી, સરકાર હવે 21 જૂને યોજાનારી ફરીથી પરીક્ષા સંપૂર્ણપણે…

error: Content is protected !!