fbpx

મેડમજી ઈતના ટેક્સ કૈસે ભરું? દિગ્ગજ રોકાણકારે ગાયું ગીત, નાણામંત્રીને કરી વિનંતી

Spread the love

બજેટ 2024માં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોંગ ટર્મ કેટિલ ગેન ટેક્સ વધારીને બધાને હેરાન કરી દીધા હતા, ત્યારબાદ શેર બજારમાં હાહાકાર મચી ગયો હતો. આ દરમિયાન દિગ્ગજ રોકાણકારે ગીત ગાઇને નાણાં મંત્રી નિર્મલા સીતારમણને ટેક્સ ઓછો કરવાની વિનંતી કરી છે. દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ મ્યૂઝિક સાથે ગીત ગાયું છે અને આ વીડિયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યો, જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે.  દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ પોતાની યુટ્યુબ ચેનલ પર આ ગીતને અપલોડ કર્યું છે.

આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વિજય કેડિયાએ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ માટે FM જી, FM જી, ઇતના ટેક્સ મેં કૈસે ભરું’ નામનું ગીત શેર કર્યું છે. તેમણે કેપિટલ ગેન્સ પર સરકારના ટેક્સ વધારાના નિર્ણય પર કટાક્ષ કરતા આ ગીત ગાયું છે. સંગીતકાર એ.આર. રહમાનનું મ્યૂઝિક અને બોમ્બે ફિલ્મનું આ ગીત છે, જેના બોલ વિજય કેડિયાએ આપ્યા છે.  વિજય કેડિયાના આ ગીતને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે.

કેડિયાએ આ ગીતના માધ્યમથી સરકારને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે માર્કેટના માધ્યમથી પૈસા કમાવું સરળ નથી. પૈસા કમાવા માટે હાઇ રિસ્ક લેવું પડે છે, ત્યારબાદ સરકારને ટેક્સ આપવો પડે છે. એવામાં સરકારે ટેક્સ વધારવા અગાઉ ધ્યાન આપવાની જરૂરિયાત છે. લોકો વિજય કેડિયાના આ ગીતના ખૂબ વખાણ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે તમના અવાજના પણ વખાણ કર્યા છે.

એક યુઝરે તો તેની તુલના AR રહમાન સાથે કરી દીધી. તો કેટલાકે સરકારને આગ્રહ કર્યો કે આ ગીત પર સરકારે ધ્યાન આપવું જોઇએ અને ટેક્સ વધરવાના નિર્ણયને પાછો લઇ લેવો જોઇએ. ઉલ્લેખનીય છે કે બજેટમાં નાણાં મંત્રીએ ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં કેપિટલ ગેન્સ પર ટેક્સને વધારવાની વાત કહી હતી. સરકારે બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સને 10 ટકાથી વધારીને 12.5 ટકા કરી દીધો હતો.

error: Content is protected !!