હવે સરકાર વક્ફ બોર્ડને લઇને એક મોટું પગલું ઉઠાવવા જઇ રહી છે. એ હેઠળ કોઇ પણ સંપત્તિને વક્ફ બોર્ડ ઘોષિત કરવા અને તેના પર કંટ્રોલ કરવાના અધિકારીઓ પર રોક લગાવવા માગે છે. જાણકારો મુજબ, કેબિનેટે શુક્રવારે સાંજે વક્ફ એક્ટમાં 40 બદલાવો પર ચર્ચા કરી. તેમાં વક્ફ બોર્ડના અધિકાર ક્ષેત્રની તપાસ કરનારા પણ સામેલ છે, જે દેશભરમાં લાખો કરોડ રૂપિયાની સંપત્તિને કંટ્રોલ કરે છે.
એક અંગ્રેજી અખબારમાં છપાયેલા રિપોર્ટ મુજબ, વક્ફ એક્ટમાં એક જે મોટો બદલાવ પ્રસ્તાવિત છે, એ મુજબ વક્ફ બોર્ડ જો કોઇ પ્રોપર્ટી પર દાવો કરે છે તો તેનું વેરિફિકેશન એટલે કે ખરાઇ અનિવાર્ય કરવામાં આવશે. તો જે સંપત્તિઓ પર વક્ફ બોર્ડ અને કોઇ સામાન્ય વ્યક્તિ વચ્ચે લડાઇ ચાલી રહી છે, તો તેમાં પર વેરિફિકેશનને અનિવાર્ય કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. કેબિનેટના નિર્ણયો પર શુક્રવારે સાંજે થયેલી સત્તાવાર બ્રીફિંગમાં આ પગલાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
જો કે, મીડિયા રિપોર્ટ મુજબ, જાણકારોએ સંકેત આપ્યા કે આગામી અઠવાડિયે વક્ફ એક્ટમાં બદલાવ માટે એક બિલ સંસદમાં રજૂ કરી શકાય છે. જાણકારોએ એમ પણ કહ્યું કે, સંપત્તિઓની અનિવાર્ય ખરાઇના 2 પ્રાવધાન, જે વક્ફ બોર્ડની મનમાની શક્તિઓ પર રોક લગાવશે. અધિનિયમમાં પ્રસ્તાવિત મુખ્ય સંશોધન છે. દેશભરમાં 8.7 લાખથી વધુ સંપત્તિઓ કુલ મળીને લગભગ 9.4 લાખ એકર, વક્ફ બોર્ડના અધિકાર ક્ષેત્રમાં છે.
રિપોર્ટ મુજબ જાણકારોએ કહ્યું કે, આ પ્રકારના કાયદાની જરૂરિયાત એટલે પડી કેમ કે મુસ્લિમ બુદ્ધિજીવીઓ, મહિલાઓ, શિયા અને વ્હોરા જેવા વિભિન્ન સમુદાયના લોકો હાલના કાયદામાં બદલાવની માગ ઘણી વખત કરતા રહ્યા છે. તેમણે એ વાત પર ભાર આપ્યો કે, સંશોધન લાવવાની તૈયારી 2024ની લોકસભા ચૂંટણીથી ખૂબ પહેલા શરૂ થઇ ગઇ હતી.
તેમણે એ પણ જોડ્યુ કે, ઓમાન, સાઉદી અરબ અને બીજા ઇસ્લામિક દેશોના કાયદાઓ પર નજરો નાખવાથી ખબર પડે છે કે તેમાંથી કોઇ પણ દેશે એક સંસ્થાને એટલી વ્યાપક શક્તિઓ આપી નથી. વર્ષ 2013માં UPA સરકાર દરમિયાન મૂળ અધિનિયમમાં ફેરફાર કરીને વક્ફ બોર્ડને હજુ વધારે વ્યાપક શક્તિઓ આપવામાં આવી હતી, જે વક્ફ અધિકારીઓ, વ્યક્તિગત સંપત્તિના માલિકો અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સહિત ઘણા રાજ્ય સંસ્થાઓ વચ્ચે વિવાદનું એક મુખ્ય કારણ રહી છે.