ગુજરાતના હવામાન વિભાગે 5 ઓગસ્ટ સુધી એટલે કે સોમવાર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરેલી છે, હવે પરેશ ગોસ્વામીની આગાહી પણ સામે આવી છે જે સાંભળીને ખેડુતોમાં ખુશી છવાઇ જશે.
ગુજરાતના હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે, 5 ઓગસ્ટે વરસાદનો રાઉન્ડ પુરો થયા પછી ચોમાસુ નિષ્ક્રીય થવાનું નથી, ખેડુતોએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ઓગસ્ટ મહિનામાં વરસાદ સારો પડશે અને સપ્ટેમ્બરમાં પણ વરસાદ પડવાનો છે, એટલે ખેડુતોને આ વખતે પાકની સારી લલણી મળશે. ગોસ્વામીએ કહ્યું છે કે, આ વખતે વરસાદ હોવા છતા લોકોએ ગરમી અને બફારાનો અનુભવ કર્યો, પરંતુ 15 ઓગસ્ટ પછી ગરમી કે બફારો લાગશે નહીં. ઓગસ્ટ મહિનામાં 17થી 20 ઓગસ્ટે ભારે વરસાદ પડશે.