fbpx

પ્રાંતિજ ભાંખરીયા તળાવ મા નવા-નીર ના વધામણા

Spread the love

પ્રાંતિજ ભાંખરીયા તળાવ મા નવા-નીર ના વધામણા
– પૂર્વ મહિલા કોર્પોરેટર દિપ્તીબેન બ્રહ્મભટ્ટ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા
– છેલ્લા કેટલાય વર્ષોથી ખાલી તળાવ ભરાતા વધામણા
– બાળકી , પૂર્વ મહિલા મહિલા કોર્પોરેટર નગરજનો દ્રારા નવાનીર ના વધામણા
– શ્રીફળ , અગરબતી , ફુલ , કુમકુમ તિલક દ્રારા વધામણા કર્યા
                 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ ઐતિહાસિક ભાંખરીયા તળાવ મા વરસાદી નવા-નીર આવતા વર્ષો બાદ તળાવ ભરાતા ભાંખરીયા તળાવ મા આવેલ નવા-નીર ના વધામણા કરવામા આવ્યા હતા


  પ્રાંતિજ ખાતે વર્ષો પહેલા રાજા-રજવાડાઓ વખતથી બનાવેલ ઐતિહાસિક ભાંખરીયા તળાવ મા ચાલુ વર્ષે સારા વરસાદ ને લઈ ને ભાંખરીયા તળાવ મા નવા નીર આવતા તળાવ ભરાઈ ને છલકાયુ હતુ જેને લઈ ને નગરજનો તથા આજુબાજુમા આવેલ ધરતીપુત્રો મા ભાંખરીયુ તળાવ ભરાતા ખુશીજોવા મળી હતી તો વર્ષોથી ખાલી રહેલ ભાંખરીયા તળાવ મા નવા-નીર આવતા રમ્યનજારો જોવા મલી રહ્યો છે તો ભાંખરીયા તળાવમા નવા-નીર આવતા પ્રાંતિજ નગરપાલિકા ના પૂર્વ મહિલા કોર્પોરેટર દિપ્તીબેન બ્રહ્મભટ્ટ , નગરપાલિકા ના ફાયર ટીમના કેપ્ટન મુકેશભાઇ પરમાર , શ્રધ્ધા બેન પટેલ તથા બાળકી દ્રારા ભાંખરીયા તળાવ મા આવેલ નવા-નીર ના શ્રીફળ , કુમકુમ તિલક , ફુલ , અગરબતી  મંત્રોચ્ચાર સાથે નવા-નીર ના વધામણા કર્યા હતા તો આ પ્રસંગે હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , મહેશભાઇ મકવાણા , સુરેશભાઇ રાવલ , સંદીપભાઇ શાહ , પિયુષભાઇ શાહ , નિકુંલભાઇ રાવલ , સંજયભાઇ પટેલ સહિત નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા તો વર્ષો પહેલા આ તળાવ અહીના ભખર રાજાએ પાણીની સમસ્યાઓને લઈ ને તેવોએ આ તળાવ ખોદાવી પ્રજાને ભેટ મા આપ્યુ હતુ અને તે સમયે ભખર રાજાના નામ ઉપર થી આ તળાવ નુ નામ ભાંખરીયા તળાવ પડયુ હતુ અને આજે પણ આ તળાવ વર્ષો પછી પણ ભાંખરીયા તળાવ થીજ ઓળખાય છે હાલ આ તળાવ પ્રાંતિજ નગરપાલિકા હસ્તક હોય પ્રાંતિજ પાલિકા દ્રારા તળાવ ની બાજુમા બ્યુટી ફીકેશન સહિત નુ કામ હાલ ચાલી રહ્યુ છે અને આવનાર દિવસોમા નગરજનોને પાલિકા દ્રારા ભેટ મળશે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!