પ્રાંતિજ ખાતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ દાદાની તેરસ ની ઉજવણી કરવામાં આવી
– વહેલી સવારથી જ મંદિર ખાતે શિવ ભક્તો ઉમટી પડ્યા
– પૂજા , આરતી , ધજા ચડાવવામાં આવી
– શિવભકતો દ્વારા દાદા ના દર્શન કરી પ્રસાદ લઈને ધન્યતા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તપોધન ફડી ખાતે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ દાદાની તેરસ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તો વહેલી સવારથી જ શિવભક્તો સહિત રાવલ સમાજના ભાઈ બહેનો મંદિર ખાતે ઉમટી પડ્યા હતા







પ્રાંતિજ તપોધન ફરી ખાતે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ દાદાની જન્મ જયંતી ને લઈને રાવલ સમાજના ભાઈઓ તથા શિવ ભક્તો વહેલી સવારથી જ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા તો મંદિર સહિત મંદિર સંકુલમાં ફૂલો દ્વારા સજાવટ કરવામાં આવી હતી જ્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દાદાની પૂજા આરતી સાથે ધજા બદલવામાં આવી હતી તો આ વર્ષે ભોજન ના દાતા ભાસ્કરભાઇ વાસુદેવ ભાઇ રાવલ દ્વારા રાખવામાં આવ્યું હતું તો દાદાની તેરસને લઈને પ્રાંતિજ ખાતે રહેતા રાવલ સમાજના ભાઈઓ બહેનો તથા બહારગામ રહેતા અમદાવાદ મુંબઈ ગાંધીનગર હિંમતનગર ભાઈ બહેનો પણ એક દિવસ પૂરતું ચોક્કસ આવે છે અને દાદાના દર્શન કરી પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે તો દર વર્ષની જેમ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ દાદાની તેરસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને પ્રાંતિજ તથા આજુબાજુમાં રહેતા રાવલ સમાજના ભાઇઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
